સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન.

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. તેમના નિધનને પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટ જિલ્લા ના રિબડાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન થયું છે. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.

ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ
મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડાના વતની હતા. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલથી ચૂંટાઈને આવ્યા હતા. ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

◆દુ:ખદ અવસાન-બેસણું◆

અમારા પિતાશ્રી મહિપતસિંહ ભાવુભા જાડેજાનું આજ રોજ તારીખ 1/2/23ને બુધવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.જેમનું બેસણું તારીખ 3/2/23ને શુક્રવારના રોજ બપોર બાદ સમય 3:00 થી 6:00 કલાકે અમારા રીબડા ગામે શ્રી મહિરાજ હનુમાનજી મંદિર પાસે રાખેલ છે..ૐ શાંતિ…શાંતિ…
*લી.*
સ્વ.શ્રી ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા

સ્વ.શ્રી રામદેવસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા

શ્રી રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા

શ્રી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા

શ્રી જગતસિંહ મહિપતસિંહ જાડેજા-રીબડા

તથા સર્વે જાડેજા પરિવાર રીબડાના જય માતાજી

error: Content is protected !!