૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ૧૦૮,૧૮૧ અને ૧૯૬૨ સહીતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.

દેશના ૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે સંજીવની સમાન બની છે

ત્યારે જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સરકારી સેવાના આરોગ્યકર્મીઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે.

 

તેમની આ વિશિષ્ટ અને અનન્ય સેવા બદલ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનાં ઈ.એમ.ટી. કાળુભાઈ ગોહિલ, પાયલોટ સુરેશ દવેરા, શ્રમયોગી આરોગ્ય સંજીવની રથનાં મેડીકલ ઓફિસર ડો. રીંકલ ગજેરા, ધન્વંતરિ આરોગ્ય રથનાં પેરામેડીકલ કાનજીભાઈ પરમાર, ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈનનાં વેટરનરી ડૉ. અતુલ સોરઠીયા, ડ્રાઇવર કમ ડ્રેસર રામજીભાઈ ડબાસરા, ૧૮૧ અભયમનાં કાઉન્સેલર ઓફિસર તૃપ્તિ પટેલ સહિતના આરોગ્યકર્મીઓને વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમની વિશિષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી.

આ ઉજવણીમાં ૧૦૮ સેવાથી લોકોને માહિતગાર કરવા સુંદર ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લાના પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ૧૦૮ સેવાને વધુને વધુ અસરકારક બનાવવા તથા તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા અમારી ટીમ હરહંમેશ કટિબદ્ધ છે.

error: Content is protected !!