૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે ના કંપાઉન્ડ માં પ્રજાસતાક દિન ની ભવ્ય ઉજવણી:૭૪ મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા ૨૨૦કેવી મોટીપાનેલી સબસ્ટેશન ના અઘિકારીઓ અને કર્મચારીઓ.
ભારત ના બંધારણ ૭૩વર્ષ પૂર્ણ થતાં
૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલીમોટી ખાતેના 220કેવી મોટીપાનેલી સબસ્ટેશન ખાતે અઘિકારી તેમજ કર્મચારી દ્વારા કરવામાં આવી હતી .આપ્રસંગે નાયબ ઇજનેર આર જે રાવલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુંહતું. આ દરમિયાન નાયબ ઇજેનર કે એમ રાઠોડ સહિત અન્ય કર્મચારીઓ અને એક્ષ આર્મી મેન સુરુભા વાળા ઉપસ્થિતિ રહ્યા હતા.દરેકે રાષ્ટ્રગીત ગાય તીરંગાને સલામી આપી પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સ્વતંત્ર સેનાનીઓ અને વીરગતિ પ્રાપ્ત થયેલ જવાનો યાદ કરી સલામી આપી ભારત માતા કી જય ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય થઈ ગયુ હતુ.આ પર્વ નિમિતે પાનેલી સબસ્ટેશન ના અધિકારી ઓએ કર્મચારીઓ ને સંબોધન કરતા જણાવ્યું આપણે સ્વતંત્ર સેનાની ઓએ આપેલા બલિદાન અને મહાન દેશ ભક્તો ને ક્યારે ભૂલવા ન જોઈએ.દરેક વ્યકિત એ રાષ્ટ્રના વિકાસ માં કાર્ય કરી રાષ્ટ્ર ના નિમાર્ણ માં પોતાનું યોગદાન આપવું જોઈએ.
આમ ખુબજ હર્ષ ઉલાસ સાથે ઉત્સવ ની જેમ ૭૪ પ્રજાસતાક દિવસ ઉજવામાં આવ્યો હતો.