સૌરાષ્ટ્ર ના બહુ ચર્ચિત ગોંડલ ના તબીબ પત્ની કેસમા :અઢી વર્ષથી વૃદ્ધ સાસુ-સસરા ના મકાન પર કબ્જો કરનાર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હાને કબ્જો પરત કરવા ઍતિહાસિક ચુકાદો આપતી હાઈ કોર્ટ.

 

સાસુ-સસરા ની સ્વપારજીત મિલકત ઉપર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હા નો કબ્જો ગેરકાયદેસર ઠરાવતી હાઈ કોર્ટ.

ચકચારી ઘટના મા સાસુ નું મકાન ત્રણ અઠવાડિયા માં પરત કરવા હાઈ કોર્ટ નો આદેશ:

 

સૌરાષ્ટ્ર ના બહુ ચર્ચિત ગોંડલ ના તબીબ પત્ની કેસ મા, પોષ એરિયા એવા કૈલાશ બાગ મા આવેલા સાસુ સસરા ના મકાન પર પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હા તેના શિક્ષક માતા-પિતા , માસા,મામા અને બનેવી ની મદદ થી તાળા તોડી કબ્જો કરાયા ના અઢી વર્ષ બાદ હાઈ કોર્ટ દ્વારા મકાન નો કબ્જો પુત્રવધુ પાસે થી પરત આપવા વૃદ્ધ સાસુ-સસરા ની તરફેણમાં ચુકાદો ફરમાવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તબીબી આલમ મા ચકચારી બનેલી ઘટના મા ગોંડલ ના તબીબ ડો.લક્ષિત સાવલીયા ના પત્ની હિરલબેન દ્વારા પતિ સામે ના જંગ મા શિક્ષક માતાપિતા વાલજીભાઈ બુન્હા તથા અંબાબેન, માસા ધીરુભાઈ દેવશીભાઈ ખાતરા, મામા દિલાભાઈ સેલડીયા અને બનેવી મયુર કિશોરભાઈ કાકડીયા ની મદદ થી ગોંડલ ના પોશ એરિયા ના કરોડો ની કિંમત વાળા સાસુ સસરા ના મકાન ના અઢી વર્ષ પહેલા તાળા તોડી કબ્જો જમાવ્યો હતો.

અઢી વર્ષ થી ભાડા ના મકાન માં રહેતા વૃદ્ધ સાસુ-સસરા દ્વારા “સિનિયર સીટીઝન એકટ ” મુજબ ની અરજી ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ-ગોંડલ સમક્ષ કરાઇ હતી. જેમા ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ દ્વારા પુત્રવધુ ને ઘર ખાલી કરવાનો હુકમ અપાયોહતો.બાદમા હિરલબેન દ્વારા હુકમ સામે જીલ્લા કલેક્ટર મા વાંધા અરજી કરાઇ હતી.જેમા કલેક્ટર દ્વારા વાંધા અરજી અમાન્ય રાખી ઘર ખાલી કરવાનો હુકમ અપાયો હતો .

પરંતુ કરોડો ની કિંમત ના ઘર નો મોહ પુત્રવધુ હિરલબેન ને હોય એમ કલેક્ટર ના હુકમ સામે હાઈ કોર્ટ અપીલ કરી હતી. દરમ્યાન હાઈ કોર્ટ એ પુત્રવધુ હિરલબેન ની અપીલ ફગાવી દઇ સ્ત્રી તરફી કાયદા નો ગેરફાયદો લઈ સાસુ-સસરા ના મકાન ના કબ્જા ને ગેરકાનૂની માની ને પુત્રવધુ હિરલબેન ને ત્રણ અઠવાડિયા મા વૃદ્ધ સાસુ સસરાનું સ્વપારજીત મકાન ખાલી કરી ને વૃદ્ધ સાસુ સસરાને પરત સોંપવાનો ઐતિહાસિક ચુકાદો ફરમાવાયો હતો.આ સાથે વરિષ્ઠ નાગરીકો ના હક્કો ને પ્રસ્થાપિત કરતો હુકમ મહત્ત્વ નો સાબીત બન્યો છે.

આ કેસ મા વૃદ્ધ સાસુ સસરા તરફ થી વકીલ શ્રી હ્રીદય બુચ , શિવલાલ ભંડેરી,પીનાંક રૈયાણી , નિરંજય ભંડેરી અને રવિ ઠકરાર રોકાયેલા હતા

હાઈ કોર્ટ દ્વારા કરાયેલ હુકમ થી સાસુ-સસરા ના મકાન પાછું મળશે કે દબંગ પુત્રવધુ હિરલબેન અને તેનો પરિવાર હાઈ કોર્ટ ના હુકમ ને પણ પાણી માં ઘોળી ને પી જશે કે હિરલબેન ની વગ ના કારણે વૃદ્ધ સાસુ-સસરા ઘર વિહોણા જ રહેશે એ ચર્ચા નો વિષય છે.

error: Content is protected !!