રેન્‍જ આઇ.જી નો ગોંડલમાં લોકદરબારઃ વ્‍યાજકંવાદ ટ્રાફિક સહીત રજૂઆતો કરાઇ: તાત્કાલિક કાર્યવાહી કરાશે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ.

 

ગોંડલના ભગવતસિંહ ટાઉનહોલ ખાતે રેન્‍જ આઇજી નાં યોજાયેલા લોકદરબાર માં વ્‍યાજખોરો,ટ્રાફિક તથા પોલીસ ચોકી કાર્યરત કરવા સહિતના પ્રશ્‍નનોની રજુઆત થઈ હતી.

રેન્‍જ આઇજી.અશોકકુમાર યાદવ નાં ગોંડલ ડિવિઝન ઇન્‍સ્‍પેકશન દરમિયાન લોકદરબાર નુ આયોજન કરાયુ હોય શહેર ના આગેવાનો,વિવિધ સંસ્‍થાઓ ના હોદ્દેદારો તથા બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.લોકદરબારમાં મનસુખભાઇ સખીયા એ ટ્રાફિક તથા અવાવરુ સ્‍થળોએ ચાલતી ગુન્‍હાખોરી અંગે કિશોરભાઈ ઉનડકટે રાતાપુલ પાસે ની બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરવા ભગવત ભુમીના પળથ્‍વીસિહ જાડેજાએ બજારો મા થયેલા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્‍યા અંગે રજૂઆત કરી હતી.

નગર પાલીકા ના કર્મચારી કેતનભાઇ ઉપાધ્‍યાયે પોતાનો પુત્ર વ્‍યાજખોરી ના વિષચક્ર મા ફસાયો હોય જેને કારણે પરીવાર ડી-ેશન ની હાલત મા હોવાનુ કહી શહેર ના પાંચ જેટલા વ્‍યાજખોરો થી બચાવવા રજૂઆત કરી હતી.

રેન્‍જ આઇજી.અશોકકુમાર યાદવે વ્‍યાજખોરી અંગે સત્‍વરે ફરિયાદ લઇ પગલા લેવા ખાત્રી આપી ટ્રાફિક સહીત ની રજુઆત નો નિકાલ સત્‍વરે થશે તેવી ખાત્રી સાથે રાતાપુલની પોલીસચોકી બે દિવસ મા કાર્યરત થઈ જશે તેવુ જણાવ્‍યુ હતુ.વધુ મા તેમણે જણાવ્‍યુ કે સમગ્ર દેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા મા ગુજરાત પ્રથમ સ્‍થાને છે. તેમણે કહ્યુ કે ગુન્‍હાખોરી ઘટી છે.સીસીટીવી સહીતની ટેક્રોલોજી થી ગુન્‍હેગારો ને છટકવુ મુશ્‍કેલ બન્‍યુ છે.

કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી ઝાલા,પીઆઇ સાંગાડા સહીત પોલીસ સ્‍ટાફ ઉપરાંત યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, નિમેષભાઈ ધડુક, ઓમદેવસિંહ જાડેજા,-વિણભાઈ રૈયાણી,ગૌતમભાઇ સિંધવ, રાજેન્‍દ્રસિંહ જાડેજા,ગોપાલભાઈ ભુવા,જયદિપસિંહ જાડેજા,ધર્મેન્‍દ્રસિંહ જાડેજા ઉપરાંત ઉપલેટા,જસદણ નગર પાલીકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!