દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરોસો ની ભાજપ સરકાર ના રાજમાં ગૌચરની જમીન હડપ કરનાર એસ્સાર કંપની સામે તાલુકા કક્ષાના અધિકારીઓ ઢીલા ઢફ.

Loading

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સમગ્ર દેશમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત ની સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત રહે તેવા પ્રયાસો અંતર્ગત ભ્રષ્ટાચારોને નાબૂદ કરવા મોટાભાગની સિસ્ટમ ઓનલાઇન અને નિર્દોષ ગરીબ કે સરકારની જમીનો પર કબજા કરનાર જમીન માફિયા સામે લેન ગ્રેબિંગ કાયદો કડક અમલમાં લીધો હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદાને ઘોડીને પી જનારા જમીન માફીઆઓ કંપની ધારકો સામે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ રાવ રજૂઆત ફરિયાદો નો સીલસીલો સતત ચાલુ રહ્યો હોય

છતાં પણ આંખ આડા કાન થતા હોય તેવી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા નાના માઢા ગામ ખાતે એસાર કંપની દ્વારા ગોચરની જમીન પર કબજો કરી સ્થાનિક લોકોને પર્યાવરણનું જતન રાખ્યા વગર પ્રદૂષણ યુક્ત ફેકટરીના મધ્યમથી કોલસીની રજ ભૂકી લોકોના આરોગ્યને જોખમકારક થવાથી સ્થાનિક લોકોએ જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરેલ હોય છતાં પણ તંત્ર વાહકો આંખ આડા કાન કરતું હોય તેમ અરજદાર હાલ મહેસૂસ કરી રહ્યા છે

જે ભરોસાની ભાજપ સરકારના ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્ય અને ગુજરાત ની પ્રજા ચિંતક ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશ ચિંતક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મતદાર પ્રજાની સમસ્યાઓને નાબૂદ કરવાના પ્રયાસો પર પાણી ઢોળ સ્થાનિક તાલુકા કક્ષાના અધિકારીઓ કરતા હોય તેવી ઘટનાઓ અખબારના સમાચાર બની છે

જે વિકાસલક્ષી સરકારના રાજમાં ભરોસાની ભાજપ સરકાર માટે લાલબત્તી સમાન બની છે તો હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ ને લઈને જીલ્લા કક્ષાના અધિકારીઓ કોઈ આકરા એક્શન લઈને એસ્સાર પાવર ગુજરાત લિ કંપની દ્વારા ગેરકાયદેસર કરેલ દબાણ દૂર કરશે કે શું?

 

ખંભાળિયા:- મુસ્તફા ડી સુમરા દ્વારા

error: Content is protected !!