ગોંડલ અક્ષર મંદિર ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી માર્ગ અકસ્માત વિશે લોકોને કરાયા માહિતગાર.

ગોંડલ અક્ષર મંદિર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં ડૉ. અજયસિંહ જાડેજા ના માર્ગ અકસ્માત તથા તેના જવાબદાર પરિબળો ને લગતા ફોટોગ્રાફ્સ ના ચિત્ર પ્રદર્શન ને પ.પૂ. દિવ્યપુરુષ સ્વામી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું.

બહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનો ને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું તથા પ.પૂ. દિવ્યપુરુષ સ્વામી દ્વારા પોલીસ બેડા ના આ આવકારણીય પગલા ને આશીર્વચન પાઠવી ટ્રાફિકરથ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

ઉપસ્થિત ડી.વાય.એસ.પી. કે જે ઝાલા સાહેબ, સી.પી.આઈ. સંગાડા સાહેબ, સી.પી.આઈ. ગોહેલ સાહેબ, પી.એસ.આઈ. ગોસાઈ સાહેબ, ટ્રાફિક પી.એસ.આઈ. ઝાલા સાહેબ, પી.એસ.આઈ. વસાવા સાહેબ તથા અન્ય પોલીસ અધિકારીઓ ની સાથે પાન ફાઉન્ડેશન ના પ્રકાશભાઈ ઠકરાર, નલિનભાઈ જડિયા, આબેદીનભાઈ હીરાણી, યુવા ભાજપ અગ્રણી જીગરભાઈ સાટોડીયા, કુલદીપસિંહ જાડેજા, બ્રહ્મ અગ્રણી હિતેશભાઈ રાવલ, રોટરી ક્લબ જીતુભાઈ માંડલીક તથા બધા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ દવેએ કરેલું.

 

error: Content is protected !!