ગોંડલ નાગરિક બેંક દ્વારા હવે ગ્રાહકોને ઘેર બેઠા મળશે બેંકીંગ સુવિધા.

ગોંડલ નાગરિક બેંક દ્વારા હવે ગ્રાહકોને ઘેર બેઠા મળશે બેંકીંગ સુવિધાગોંડલ નાગરિક બેંક દ્વારા હવે ગ્રાહકોને ઘેર બેઠા મળશે બેંકીંગ સુવિધાગોંડલ નાગરિક બેંક દ્વારા હવે ગ્રાહકોને ઘેર બેઠા મળશે બેંકીંગ સુવિધા
મોબાઇલ બેંકીંગ એપ્લિકેશન લોંચ કરાઇ
ગોંડલ છેલ્લા વરસોથી પ્રગતિની હરણફાળ સાથે સભાસદો અને ગ્રાહકો ને સતત સુવિધાઓ આપી રહેલી નાગરીક સહકારી બેંક દ્વારા મોબાઇલ બેંકીંગ એપ્લીકેશનની વધુ એક સુવિધાનો વધારો કરાયો છે.

નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાની અધ્યક્ષતામાં સાંસદ રમેશભાઈ ધડુક તથા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા ના હસ્તે મોબાઇલ બેંકીંગ એપનુ લોંચીગ કરાયુ હતુ. મોબાઇલ બેંકીંગ એપ ને કારણે બેંકના પંચાવન હજાર સભાસદો,એક લાખ ડીપોઝીટરો તથા ગ્રાહકો હવે ઘરે બેઠા મની ટ્રાન્ઝેક્શન સહીત ઓનલાઇન સુવિધાઓનો લાભ મેળવી શકશે.પોતાના એકાઉન્ટ અંગે પળે પળની જાણકારી મેળવી શકશે.

સાંસદ રમેશભાઈ ધડુક તથા માજી ધારાસભ્ય અને બેંક ડીરેકટર જયરાજસિંહહ જાડેજા એ નાગરીક બેંકને મોબાઇલ બેંકીંગ એપની સુવિધા માટે આરબીઆઈ સુધી જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે બેંકના ડીરેકટરો, મેનેજર દિલીપભાઈ ભટ્ટ, અગ્રણી પ્રફુલભાઈ ટોળીયા, યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, લક્ષ્મણભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહી બેંકની આગવી પ્રગતિ ને બિરદાવી હતી.

error: Content is protected !!