ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.
ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરી માર્ચ 2022ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા બોર્ડમાં ટોપ ટેન આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 10 માં રૈયાણી મહેક તેમજ ધોરણ 12 કોમર્સમાં દેવળીયા દેવાંગી 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સ્કૂલ દ્વારા લેપટોપ આપવામાં આવ્યું હતું.
તેમજ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વેકરીયા દર્શન GUJCAT-2022ની પરીક્ષામાં 120 માંથી 112 માર્ક્સ મેળવતા સ્કૂલ તરફથી તેમને ટેબલેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ – 10 બોર્ડ ટોપ ટેનમાં આવનાર સોરઠીયા રિધમ, રામાણી રીવા, પારખીયા ક્રિશ, જાડેજા રાજવીબા, ઠુંમર નીવા, વાડોદરીયા ધ્રુવી ઉપરોક્ત બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ટેબલેટ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મેડીકલ તેમજ ગુજરાતની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં ગંગોત્રી ગૃપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ છોટાળા, પ્રિન્સિપલ કિરણબેન છોટાળા, ટ્રસ્ટી દિલીપભાઈ હડિયા, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર દિપેન છોટાળા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની જહેમત સ્કૂલની મેનેજમેન્ટ ટીમ તેમજ શિક્ષકો દ્વારા ઉપાડવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાખનભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.