કોરોના સંદર્ભે ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી.
૫૪ ઓક્સિજન લિંકઅપ બેડ, ૫૦૦ લીટર ક્ષમતાનો ઓકસીજન પ્લાન્ટ, આર.ટી.પી.સી.આર. લેબ, દવાઓ સહીત મેડિકલ સ્ટાફ સજ્જ.
કોરોનાની સંભવિત લહેરનો સામનો કરવાની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સજ્જતા અંગે સમગ્ર દેશની હોસ્પિટલ્સમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગોંડલ તાલુકામાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની સૂચના મુજબ ગોંડલ પ્રાંત અધિકારી શ્રી કે.વી. બાટી, મામલતદાર સહીત અધિકારીશ્રીઓ દ્વારા ગોંડલ શહેર તેમજ તાલુકા સંલગ્ન ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના સંબંધિત તમામ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમ્યાન હોસ્પિટલની સુવિધાઓ અંગે માહિતી આપતા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે ૫૪ કોવીડ–૧૯ સ્પેશીયલ વીથ ઓકસીજન બેડ ઉપલબ્ધ છે. ૧૭ ઓકસીજન કોન્સન્ટ્રેટર્સ, જમ્બો સીલીન્ડર (ડી ટાઈપ) ૨૦ નંગ, નાના સીલીન્ડર (બી ટાઈપ) ૩૭ નંગ, ૫૦૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતા સાથેનો પી.એસ.એ. ઓકસીજન પ્લાન્ટ વગેરે કાર્યરત છે. આ ઉપરાંત ૧૦ વેન્ટીલેટર સહીત દવા, સૅનેટાઇઝર સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
હોસ્પિટલ ખાતે રોજના ૫૦૦ ટેસ્ટની કેપેસીટીની આર.ટી.પી.સી.આર. લેબ અને વેકસીનેશન સેન્ટર કાર્યરત છે. ગોંડલ તાલુકામાં આવેલ પી.એચ.સી. તથા સી.એચ.સી. ખાતે પણ ૬૯ ઓકસીજન કોન્સન્ટ્રેટર્સ અને ૧૧૪ સીલીન્ડર ઉપલબ્ધ છે.
ગોંડલ તાલુકામાં હાલ કોવીડ–૧૯ નો એકપણ કેસ નથી. તથા તાલુકાની આરોગ્ય સંબંધી પરિસ્થિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે.