પાંચિયાવદર સિમ શાળા ના ધોરણ 1થી 8 ના 100 વિદ્યાર્થીઓને ભરપેટ કચ્છી દાબેલી નો આસ્વાદ કરાવ્યો.
ગોંડલ નિવાસી શ્રી રમણિકલાલ શિવલાલ પોપટ અને શ્રી રંજનબેન રમણિકલાલ પોપટ પરિવાર ના ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ ના સેવાકર્મી સુનિલભાઈ આર. પોપટ અને પરિવાર દ્વારા ગોંડલ તાલુકાની પાંચિયાવદર સિમ શાળા ના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ભરપેટ સ્વાદિષ્ટ કચ્છી દાબેલી નો અલ્પાહાર પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નિલેશભાઈ બુટાણી ના સહકાર થી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો.
પાંચિયાવદર સિમ શાળા માં આસપાસ ના વાડી – ખેતર,ઝૂંપડપટ્ટી માં કામકરતા અને રહેતા પરિવારના બાળકો અભ્યાસ કરતા હોય આ વિદ્યાર્થીઓને સુનિલભાઈ રમણિકભાઈ પોપટ પરિવારજનો તરફથી સ્વાદિષ્ટ કચ્છી દાબેલી નો ભરપૂર અલ્પાહાર કરાવવા બદલ શાળાના આચાર્ય સતિષભાઈ પંડ્યા અને શિક્ષકોએ બાળકો વતી આભાર વ્યક્ત કરતા અવારનવાર શાળા ની મુલાકાત લેવા અને બાળકોની સંભાળ લેવા મહેમાનોને અપીલ કરી હતી.