ગોંડલમાંથી વિદેશી દારૂની દસ બોટલ સાથે અવેસ શેખા ઝડપાયો.
રૂલર એલસીબીની ટીમે દરોડો પાડી રૂ.૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયર અંગે પૂછપરછ હાથ ધરી.
ગોંડલના જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે અવેસ સેખાને એલસીબીની ટીમે દબોચી રૂ.૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળેલ વિગત અનુસાર, રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ, અનિલભાઈ અને કોન્સ્ટેબલ પરહલાદસિંહ સ્ટાફ સાથે ગોંડલના સિર્કિટ હાઉસ પાસે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોંડલના જુના માર્કેટિંગ પાછળ એક શખ્સ વિદેશી દારૂનું વેંચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર અલ્પેશ સોયબ શેખા (ઉ.વ.૨૧)(રહે. ગોંડલ) ને દબોચી તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવતાં પોલીસે રૂ.૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં વેંચાણ કરવાનો હતો તે અંગે પૂછપરછ આદરી હતી.