ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
અધિક પોલીસ મહાનિદેશક સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓએ N.D.P.S અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ના ઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય રાજકોટના ઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ કે.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા પો.સબ.ઇન્સ કે.એમ.ચાવડા એસ.ઓ.જી. સ્ટાફ સાથે ગોંડલસીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ કે.બી.જાડેજા ને ખાનગી રાહે હકિકત મળેલ કે (૧) અસલમ રહીમભાઇ રીંદ તથા (૨) ઇમરાનભાઇ હારૂનભાઇ બાલાપરીયા રહે.બંન્ને ગોંડલવાળાઓ તથા (૩) સજાદહુસેન જમાલભાઇ રીંદ રહે. કોટડાસાંગાણી જી.રાજકોટવાળા એમ ત્રણેય સાથે મળી હાલે ગોંડલ બી.એસ.એન.એલ. ઓફીસના પાછળ ભાગે આવેલ એચ.એચ. રોડવેઝની ઓફીસ પાસે ઉભેલ એચ.એચ. રોડવેઝની માલવાહક ટ્રક જેના રજી નં.જીજે-૦૩-AX-૮૨૨૨ વાળામાં ગે.કા. રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો રાખી તેની લેતી દેતી હેરફેર કરતા હોય જે હકિકત આધારે રેઇડ કરતા આરોપીઓના હવાલાવાળા એચ.એચ. રોડવેઝ માલવાહક ટ્રક જેના રજી નં.GJ-૦૩-AX-૮૨૨૨ વાળા માલવાહક ટ્રકમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨૫ કિલોગ્રામ જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપી તરીકે
(૧) અસલમભાઇ રહીમભાઇ રીંદ જાતે બ્લોચ ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોંડલ
(૨) ઇમરાનભાઇ હારૂનભાઇ બાલાપરીયા જાતે ઘાંચી ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોંડલ
(૩) સજાદહુસેન જમાલભાઇ રીંદ જાતે બ્લોચ ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીગ રહે.કોટડાસાંગાણી
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
(૧) માદક પદાર્થ ગાંજો ૨૫ કિલોગ્રામ કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
(૨) અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી નં.GJ- ૦૩-AX-૮૨૨૨ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) ઓરોપીઓના મોબાઇલ નંગ-૩ જેની કિ.રૂ.૧૦,૫૦૦/- કુલ કિ.રૂ.૭,૬૦,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી..જાડેજા તથા પો.સબ.ઇન્સ. બી.સી.મિયાત્રા તથા પો.સબ.ઇન્સ. કે.એમ.ચાવડા એસ.ઓ.જી.શાખાના એ.એસ.આઇ પરવેજભાઇ સમા તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા અમીતભાઇ કનેરીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા જયદિપસિંહ ચૌહાણ તથા વિજયભાઇ વેગડ તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા કાળુભાઇ ધાધલ તથા અમિતભાઇ સુરૂ તથા અરવિંદભાઇ દાફડા તથા ડ્રા.પો.કો. નરશીભાઇ બાવળીયા સહિત નાં સ્ટાફ જોડાયા હતા.