રાજકોટમાં ૦૬ જાન્યુઆરીએ ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમાના એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”
ધો. ૧૦ પાસ કરેલા ઉમેદવારો નિયત અરજી સાથે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”માં હાજર રહી શકશે.
રાજકોટ ખાતે સીનીયર સપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”નું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત અરજી સાથે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ” માટે સીનીયર સુપરીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસની ક્ચેરી, રાજકોટ ડિવિઝન, બીજો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે તા. ૦૬/૦૧/૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.
ઉમેદવારોએ પોતાના બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઈઝના ૦૩ ફોટો, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક સર્ટીફીકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) બાબતના દાખલા ઓરીજીનલ તેમજ દરેકની ખરી નકલ સાથે લાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૦ પાસ કરેલ ઉમેદવારો ઈન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની હોવી જરૂરી છે.
એકસ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, સ્વ સહાય જૂથના કાર્યકરો, એકસ સર્વિસમેન, રિટાયર્ડ ટીચરો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ અથવા લાયકાત ધરાવતા કોઈપણ ઈચ્છુક વ્યકિત ઈન્ટરવ્યૂ આપી શકશે. ઈન્સ્યોરન્સ પ્રોડકટ્સ વેચવાનો અનુભવ ધરાવતા અને કોમ્પ્યુટરની જાણકારી તેમજ સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ પોસ્ટ ઓફિસના સીનીયર સપ્રિટેન્ડેન્ટ એમ. કે. પરમારની યાદીમાં જણાવાયું છે
389 thoughts on “રાજકોટમાં ૦૬ જાન્યુઆરીએ ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમાના એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ””
Comments are closed.