માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.

વેજલપર વિસ્તારમાં સવારથી શરૂ થયેલો વરસાદ બપોર સુધીમાં બે ઈંચથી વધુ વરસી જતા ખેતરો પાણી પાણી થઈ ગયા

માળીયામિંયાણાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી જે સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો સવારથી ધીમીધારે વરસતા મેઘરાજાએ સાંજ સુધીમાં પોણા ત્રણ ઈંચ જેટલુ હેત વરસાવી ઉભા મોલ પર જાણે કાચુ સોનું વરસ્યુ હોય તેમ ખેડુતોમાં ખુશી જોવા મળી હતી ધીમીધારે પડેલા વરસાદથી મોલ પર કાચુ સોનુ વરસ્યું હોય અને જરૂરીયાત સમયે જ મેઘરાજાની મહેર થતા ઉભામોલ પર જાણે અમૃતરૂપી વરસાદ વરસ્યો હોય તેમ ઉંઘતા મોલને જીવનદાન મળ્યું હતુ આમ આજે દીવસ દરમિયાન પડેલા વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા તો ખાખરેચી વેજલપર ગામ વચ્ચેના હોકળામાં પાણી ચાલુ થઈ ગયા હતા ધીમીધારે પડેલા પોણા ત્રણ ઈંચ જેટલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચારેક દિવસથી મોરબી જિલ્લા ઉપર મેઘમહેર જોવા મળી રહી છે જે આજે માળીયા તાલુકા પંથકમાં અન્ય તાલુકાને બાદ કરતા આજે સૌથી વધુ માળીયા તાલુકામાં ૬૯ મીમી વરસાદ નોંધાયો હતો.
- Gondal-ગુંદાળા પાસે ગોડાઉનમાંથી દારૂની ૭૨૦ બોટલ મળી: ગોંડલના ઉદય દાવડાની ધરપકડ.
- Jasdan-ભાડલા વિસ્તારના રાણીંગપર ગામની વાડીમાં કપાસ તુવેર ના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજો વાવ્યો:રાજકોટ રૂરલ એસઓજી નો દરેડો ૧૧.૬૫ લાખનો જથ્થો જપ્ત.
- Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.
- ગોંડલ ના જામવાડી પાસે હત્યા કરાયેલ હાલત મા મહીલાની લાશ મળી:મહીલાની ઓળખ માટે પોલીસ ની દોડધામ.
- Gondal-ગોંડલ મા આશાપુરા ડેમ માં પડી યુવાને આપઘાત કર્યો:બે બહેનોનાં એકના એક ભાઇના મોત થી પરિવાર હતપ્રત.

89 thoughts on “માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.”
Comments are closed.