સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.
ગુજરાત રાજયમાં વસવાટ કરતા બહોળા જનસમુદાયને રાજય સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અંતર્ગત કાર્યાન્વિત ૪૩ યોજનાઓ માટે લાભાર્થીની આવક મર્યાદામાં ફેરફાર કરી ૬ લાખ સુધી કરવામાં આવી છે.
જે અનુસંધાને વધુ વિગત આપતા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી સી. જે. મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તક કાર્યાન્વિત એમ. ફીલ અને પી.એચ.ડી અભ્યાસક્રમ માટેની શિષ્યવૃતિ યોજના , અનુસૂચિત જાતિ સરકારી છાત્રાલયોનો નિભાવ અને વિકાસ, ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટેની આર્થિક સહાય યોજના, ધો.૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને ‘‘ સરસ્વતી સાધના યોજના’’ જેવી વિવિધ શિક્ષણને લગતી અને વ્યકિતગત વિકાસને લગતી સાધન સહાય યોજના, ટેલેન્ટ પુલ યોજના, સંતશ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજના, ફુડબીલ સહાય, માનવ ગરિમા યોજના,ડો.આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનુ મામેરુ, સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના જેવી ૨૦ જેટલી યોજનાઓ
તેમજ નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની અભ્યાસ અંગેની શિષ્યવૃત્તિ માટેની વિવિધ યોજનાઓ, સરસ્વતી સાધના સાયકલ યોજના, વિચરતી-વિમુક્ત જાતિ માટે ટેલેન્ટ પુલ યોજના, આશ્રમશાળા, બેન્કેબલ યોજના,ઉચ્ચ અભ્યાસની પ્રારંભિક પરીક્ષાની તૈયારી માટેના કોચિંગની સહાય, પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના જેવી ૧૯ અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળની ભોજનબીલ સહાય યોજના, ટયુશન સહાય, ગુજકેટ-જેઈઈ-નીટ પરીક્ષાના અને સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ સહાય જેવી ૪ એમ કુલ ૪૩ યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ નાગરિકને મળી રહે તેવા આશય સાથે આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓની આવક મર્યાદામાં ફેરફાર કરી, આવક મર્યાદાની રકમ વધારી ૬ લાખ કરવામાં આવી છે તેમ નાયબ નિયામક અનુસુચિતજાતિ કલ્યાણ અને નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયું છે.
239 thoughts on “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.”
Comments are closed.