માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.
સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી.
મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને બાળકો સાથે ઉષ્માપુર્ણ સંવાદ કર્યો હતો, ઉપરાંત મંત્રીશ્રીએ બાળકોને નવા કપડાં વગેરે વસ્તુઓનું વિતરણ કર્યું હતું. બાળકોએ બેન્ડ તેમજ ફૂલો દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગૃહના અધિક્ષક ડો. એમ. બી. ચૌહાણ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સોરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા હસ્તકનું માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ કાલાવડ રોડ પર આવેલુ છે, જે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને આશ્રય અને રક્ષણ આપવા તેમજ તેમના ઉત્કર્ષ માટે કાર્યરત છે