ગોંડલમાં માસુમ પુત્રીને વેરી તળાવમાં ડૂબાડી દેનાર માતા સામે હત્યાનો ગુન્હો નોંધાયો.
પુત્રી બાબતે પતિ સાથેના ઝઘડાના કારણે મોવિયાની ભાવનાબેને પુત્રી સાથે તળાવમાં ઝંપલાવતા પુત્રી ભૂમિકાનું મોત થયું’તું:
પુત્રી સાથે માતા તળાવમાં પડતા પોલીસમેને મહિલાને બચાવી:પાંચ વર્ષની માસૂમ પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો:પતિની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો
ગોંડલ તાલુકાના મોવિયાની પરિણીતાએ માસુમ પુત્રી સાથે જીવન ટૂંકાવવા ગોંડલ શહેરથી પાંચ કિમી દૂર આવેલા વેરી તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતું,જેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી જઇ ક્ષણભરનો વિલંબ કર્યા વગર હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ ગઢાદરા, મયુરભાઈ કોરડીયાએ ડેમમાં કૂદી પડીને ડૂબતી મહિલાને બચાવી લીધી હતી.
જ્યારે તેમની પાંચ વર્ષની પુત્રીનું ડૂબી જવાથી મોત નિપજતા તેમનો મૃતદેહ બહાર કઢાયો હતો.તેમજ પટેલ પ્રૌઢની ફરિયાદ પરથી પત્ની સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો.આ અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
બનાવની વિગતો અનુસાર,ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી પરિણીતા ભાવનાબેન બીપીનભાઈ રાદડિયા ગઈકાલે સવારે તેમની પાંચ વર્ષની પુત્રી ભૂમિકાને લઈ વેરી તળાવમાં ઝંપલાવી દીધું હતું. પરંતુ ગોંડલ સીટી પોલીસ સ્ટાફની જહેમતથી તેઓનો જીવ બચી ગયો હતો જ્યારે માસુમ પુત્રી ભૂમિકા ડૂબી જવાથી મોત નીપજતા તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું
કે,ભાવનાબેન અને તેમના પતિ બિપિનભાઈ વચ્ચે તેમની પાંચ વર્ષની પુત્રી મામલે અઠવાડિયાથી માથાકૂટ થતી રહેતી હતી.જેથી પતિ પણ તેમને મૂકી વતન જતા રહ્યા હતા.
જેને લીધે કંટાળીને પટેલ પરિણીતાએ અંતિમ પગલું ભરી લેવા ઘરેથી નીકળી ગયા હતા અને વેરી તળાવમાં કૂદી પડ્યા હતા. તેઓ મોવિયાના રહેવાસી છે અને થોડા સમય પહેલાં જ ગોંડલના ખોડિયારનગરમાં રહેવા આવ્યા હતા.
પોલીસે તેમના આ પગલાં અંગે વિગતે પૂછપરછ અને તપાસ આરંભી છે.ગોંડલ વેરીતળાવમાં માતા પુત્રી આપઘાત કરવા ડેમમાં ઝપલાવ્યું હોવાની ઘટના સામે આવતા હેડકોન્સ્ટેબલ વિશાલ ગઢાદરા ડેમમાં કૂદી પડ્યા હતા અને ડૂબતી મહિલાને બચાવી હતી.
આ સમગ્ર ઘટના અંગે મૂળ મોવિયાના અને હાલ ગોંડલના ખોડિયારનગરમાં રહેતા બિપિનભાઈ રાજાભાઈ રાદડિયા(ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી તેમના પત્ની ભાવનાબેન વિરુદ્ધ ૩૦૨ની કલમ હેઠળ ગુન્હો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
224 thoughts on “ગોંડલમાં માસુમ પુત્રીને વેરી તળાવમાં ડૂબાડી દેનાર માતા સામે હત્યાનો ગુન્હો નોંધાયો.”
Comments are closed.