ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલમાળા અર્પણ કરી ડૉ દલિત સેના દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ.
ગાંધીનગર ખાતે વિધાન સભાની સામે ગાર્ડન માં આવેલ ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ગાંધીનગર જિલ્લા દલિત સેના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ, સચિવ કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, બાબુભાઈ મેસરવાલા સચિવ ગુજરાત પ્રદેશ અને હોદેદાર કે.આઈ.પટેલ.શ્રી મોહનભાઈ બાલુંવા કર, શ્રી નારણભાઈ પરમાર એડવોકેટ તેમજ કાર્યકરો દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે.તેઓના નિર્વાણ દિન નિમિત્તે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ડૉ બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણ ના ઘડવૈયા હતા. ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા બાબા સાહેબ વિશે વિગતો પ્રસ્તુત કરી હતી અને ફૂલમાળા અર્પિત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી
ડૉ બાબા સાહેબ આંબેડકર વિશે પુસ્તકો
જો ડૉ બાબા સાહેબ આંબેડકર ન હોત તો?
ડૉ બાબા સાહેબ આંબેડકર નો જીવન સંદેશ
લેખક :ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી જય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. પ્રોફેસર શ્રી નરસિંહ દાસ વણકર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં બાબુભાઈ મેસરવાલા એ ડૉ બાબા સાહેબ ના કાર્યો વિશે વાત કરી હતી. અંત માં આભાર વ્યક્ત એડવોકેટ કાંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
237 thoughts on “ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલમાળા અર્પણ કરી ડૉ દલિત સેના દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ.”
Comments are closed.