ગોંડલ હવામહેલ રાજવી પરિવારે સરકારનાં રૂ. 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો.
ગત રોજ સરકારના જે.પી.નડ્ડા એ ઘોષણા કરી કે વર્તમાન સરકારના સંકલ્પ પત્રમાં અગ્રેસર આરોગ્ય હેઠળ ૧૦ હજાર કરોડનું ભંડોળ ગોંડલના લોકપ્રિય, શિક્ષા પ્રેમી, પ્રગતિ પ્રેમી અને દીર્ઘદ્રષ્ટિ મહારાજા ના નામ પરથી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ થશે ની જાહેરાત કરતા ગોંડલ હવા મહેલ રાજવી પરિવારે નિર્ણય ને સહર્ષ આવકાર્યો હતો
ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ ઓફ ગોંડલ જ્યોતિર્મયસિંહજીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારનાં આ સંકલ્પથી કરોડો લોકોને લાભ પ્રાપ્ત થશે, સરકારનો આ જે સંકલ્પ છે એ ભગવત ભૂમિ ગોંડલના નગરજનો માટે આનંદની વાત છે અને સાથે સાથે પૂર્વ ગોંડલ સંસ્થાનનાં 174 ગામડાઓ અને શહેરોમાં નિવાસ કરતા લોકો માટે પણ એક ગૌરવની વાત છે, આ તકે ગોંડલ રાજવી પરિવાર તરફથી તેમજ સમસ્ત ગોંડલ નગરજનો વતી સરકારના આ સંકલ્પ બિરદાવવામાં આવે છે જેને હૃદય પૂર્વક, કૃતજ્ઞતા સાથે આભાર વ્યક્ત કરવામાં છે.
ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી બાપુએ “બધા વિશે” ની ભાવના હૃદયમાં રાખી ગોંડલ રાજ્યને ઉત્કૃષ્ટ, વૈવિધ્ય અર્પણ કરી અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર અને પ્રગતિશીલ કર્યું હતું, ખાસ કરીને શિક્ષા, આરોગ્ય, વાણિજ્ય અને વહીવટી માં ગોંડલનું યોગદાન રહ્યું હતું , મહારાજા ભગવતસિંહજી બાપુ ના સિદ્ધાંતો સર્વેને ઉજાગર કરતા રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.
240 thoughts on “ગોંડલ હવામહેલ રાજવી પરિવારે સરકારનાં રૂ. 10 હાજર કરોડના સ્વાસ્થય કોષનાં નિર્માણ સંકલ્પને ગોંડલ મહારાજાનું નામ આપવાની ઘોષણાને બિરદાવ્યો.”
Comments are closed.