ગોંડલમાં સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા.
રાજકોટ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ૭૩-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી કે. વી. બાટીએ જણાવ્યું હતું કે ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચિંગ-રિસીવિંગ સેન્ટરમાં તા. ૨૦ નવેમ્બરથી બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ તૈયાર કરી મતદાન મથકોએ ફાળવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ સ્ટ્રોંગ રૂમની જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રાએ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અહીં પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે. ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં અને બંધ કરવામાં આવતો હતો. તેમજ આ તમામ કામગીરી બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી હિતેશભાઈ ચાવડાના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી.
233 thoughts on “ગોંડલમાં સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા.”
Comments are closed.