ગોંડલમાં ગીતાબા જાડેજા પાસે ૪૬ લાખની જંગલ મિલ્કત : યતિશ દેસાઇ પાસે ૧૨.૫૦ લાખ અને નિમીષા ખૂંટ પાસે દોઢ લાખ રોકડા.
ગોંડલ વિધાનસભા બેઠક પર સમગ્ર ગુજરાત ની મીટ મંડાઇ છે ત્યારે બહુ ચર્ચિત આ બેઠક પર આજે ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્યા હોય ગોંડલ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નિヘતિ થયુ છે. ઉમેદવારી ફોર્મ ભરતી વેળા ટેકેદારો અને કાયઁકરો ના ટોળા ઉમટયા હોય પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત દાખવવામાં આવ્યો હતો.
ભાજપ દ્વારા દાસીજીવણ પાર્ટી પ્લોટ થી બાઇક રેલી તથા ગાડીઓ ના લાંબા કાફલા સાથે રાજમાર્ગો પર ફરી -ાંત કચેરી એ પહોંચી ગીતાબા જયરાજસિંહ જાડેજા નુ ઉમેદવાર ફોર્મ રજુ કરાયુ હતુ.ગીતાબા જાડેજા ને ભાજપે રીપીટ કર્યા છે. તેઓ દ્વારા નામાંકન પત્રમાં તેમની જંગમ મિલકત આશરે ૪૬ લાખ રૂપિયાની દર્શાવવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષના રિટર્ન માં સરેરાશ ૧૧ લાખ રૂપિયાની આવક દર્શાવાઇ છે. વર્ષ ૧૭ અને ૧૮ માં નીલ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે તેઓ પાસે દસ લાખ રૂપિયાની એક કાર અને ૨૫૦ ગ્રામ સોનુ તેમજ ખેતીવાડી હોવાનું જણાવ્યું હતું.
ગત વખતે તેઓ દ્વારા જંગમ મિલકત ઉપરોક્ત મુજબ જ દર્શાવવામાં આવી હતી અલબત્ત છેલ્લા ચાર પાંચ વર્ષમાં કોઈ મોટી મિલકત ખરીદી ન હોવાનું જણાવ્યું હતું.જયરાજસિંહ જાડેજા પરીવાર ને ભાજપ દ્વારા સતત છઠ્ઠી વિધાનસભા મા ટીકીટ અપાઇ હોય તેમનો દબદબો બરકરાર રહેવા પામ્યો છે.
કોંગ્રેસ દ્વારા કોલેજ ચોક કાર્યાલય થી પ્રાંત કચેરીએ પંહોચી ઉમેદવારી ફોર્મ રજુ કરાયુ હતુ.
કોંગ્રેસના ઉમેદવાર યતિશભાઈ દેસાઈએ છેલ્લા પાંચ વર્ષનો આઇટી રિટર્ન સરેરાશ ૧૦ લાખ રૂપિયા દર્શાવ્યું છે તેમના હાથ ઉપર રોકડા ૧૨.૫૦ લાખ અને એક ગાડી મળી કુલ જંગમ મિલકત ૧.૬૫.૨૫૦૦૦ દર્શાવવામાં આવી છે.
230 thoughts on “ગોંડલમાં ગીતાબા જાડેજા પાસે ૪૬ લાખની જંગલ મિલ્કત : યતિશ દેસાઇ પાસે ૧૨.૫૦ લાખ અને નિમીષા ખૂંટ પાસે દોઢ લાખ રોકડા.”
Comments are closed.