ગોંડલ માંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
- રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા આગામી વિધાનસભા ચુંટણીમાં મતદારો નિરભયતાથી મતદાન કરી શકે અને ચુંટણી શાંતીપુર્ણ પસાર થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ , રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ કે.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા એસ.ઓ.જી તથા એલ.સી.બી.ના સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન પો.ઇન્સ શ્રી કે.બી.જાડેજા ને ખાનગી રાહે હકિકત મળેલ કે શરીફ ઇબ્રાહીમભાઇ ભૈયા રહે.ગોંડલ શ્રીનાથજી સોસાયટી ગોંડલ વાળો પોતાના હવાલા વાળા અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી નં.GJ-૦૩-BY-૨૬૬૪ માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થનો જથ્થો રાખી નીકળનાર હોય જે હકિકત આધારે વોચમાં રઇ રેઇડ કરતા આરોપીઓના હવાલાવાળા અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી નં.GJ-૦૩-BY-૨૬૬૪ વાળા માલવાહક ટ્રકમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪૮ કિલો ૫૬૫ ગ્રામ જેની કિ.રૂ.૪,૮૫,૬૫૦/- સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામના આરોપી તરીકે શરીફ ઇબ્રાહીમભાઇ ભૈયા જાતે.સુમરા ઉવ.૩૭ હાલ રહે.ગોંડલ શ્રીનાથજી સોસાયટી નવા માર્કેટીંગ યાર્ડ પાછળ મુળ રહે.રાજકોટ ખોડીયારનગર શેરી નં-૩ હૈદરી મસ્જિદ પાસે ગોંડલ રોડ રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલમાં
(૧) માદક પદાર્થ ગાંજો ૪૮ કિલો ૫૬૫ ગ્રામ કિ.રૂ.૪,૮૫,૬૫૦/-
(૨) અશોક લેલન કંપનીનો માલવાહક ટ્રક જેના રજી નં.GJ-૦૩-BY-૨૬૬૪ જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૩) ઓરોપીનો મોબાઇલ નંગ-૧ જેની કિ.રૂ.૫,૦૦૦/- કુલ કિ.રૂ.૧૪,૯૦,૬૫૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીગણ માં
એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી..જાડેજા તથા બી.સી.મિયાત્રા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ પરવેજભાઇ સમા તથા પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા તથા અમીતભાઇ કનેરીયા તથા ભગીરથસિંહ જાડેજા તથા વિજયભાઇ વેગડ તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગોસ્વામી તથા રહીમભાઇ દલ તથા કાળુભાઇ ધાધલ તથા અમિતભાઇ સુરૂ તથા અરવિંદભાઇ દાફડા તથા નિરાલીબેન વેકરીયા ડ્રા.પો.કો. નરશીભાઇ બાવળીયા તેમજ એલ.સી.બી. શાખાના પો.હેડકોન્સ જયેન્દ્રસિંહ વાધેલા તથા નરેન્દ્રસિંહ રાણા તથા અનિલભાઇ ગુજરાતી તથા તથા પો.કોન્સ પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા એ કામગીરી કરી હતી.
218 thoughts on “ગોંડલ માંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.”
Comments are closed.