જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
મ્હે.પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ નાઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર થાય તે માટે ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય,
જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.સી.મીયાત્રા ના માર્ગદર્શન હેઠળ એસ.એા.જી. શાખાના સ્ટાફ જસદણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન જસદણ વિંછીયા રોડ જકાતનાકા પાસે પહોંચતા એક શંકાસપદ ઇસમ દેખાતા તેને રોકી ચેક કરતા તેના પેન્ટના નેફા માંથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ જે મજકુર ઇસમ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે.ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી જસદણ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી તરીકે જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે.ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર કબ્જે કરેલ મુદા્માલ માલ એક દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ ની
કુલ કિ.રૂ.૩,૦૦૦/-તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારી ગણમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા તથા પો.હેઙ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રહિમભાઇ દલ તથા અમિતભાઇ સુરૂ તથા કાળુભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ સહિતના ઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
332 thoughts on “જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.”
Comments are closed.