રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો આજે ૧૪૨ ફોર્મ ઉપડ્યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી:બે દિવસમાં આશરે ૨૧૦થી વધુ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો.
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ૭મી નવેમ્બરે આશરે ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્યું નથી.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાની આઠ વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
આજે ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ૨૬ ઉમેદવારી ફોર્મ, ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ૧૮ ફોર્મ, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે ૨૭ ફોર્મ, ૭૧-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે ૧૦ ફોર્મ, ૭૨-જસદણ વિધાનસભા બેઠક માટે ૧૪ ફોર્મ, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠક માટે ૨૦ ફોર્મ, ૭૪-જેતપુર વિધાનસભા માટે ૨૧ ફોર્મ, ૭૫-ધોરાજી વિધાનસભા બેઠક માટે ૦૬ ફોર્મ મળીને ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. બે દિવસમાં આશરે ૨૧૮ જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. હજુ સુધી એકપણ નામાંકન ભરાઈને આવેલું નથી.
353 thoughts on “રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો આજે ૧૪૨ ફોર્મ ઉપડ્યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી:બે દિવસમાં આશરે ૨૧૦થી વધુ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો.”
Comments are closed.