વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨: ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : ૧૪ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર મેળવી રજુ કરી શકાશે.
ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગોંડલ શ્રી કે. વી. બાટીએ ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ગોંડલ, પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, પ્રાંત કચેરી, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્ટેશન પ્લોટ ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ગોંડલ(શહેર), મામલતદારશ્રીની ચેમ્બર, મામલતદાર કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા સેવા સદન, ૨૧ સ્ટેશન પ્લોટ ગોંડલ સમક્ષ તારીખ ૧૪/૧૧/૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરનાં ૩-૦૦ વાગ્યા વચ્ચે ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારીપત્ર રજુ કરી શકાશે.
ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૨ ના રોજ સવારનાં ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બર, પ્રાંત કચેરી, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, ૨૧ સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે હાથ ધરવામાં આવશે.
તા.૧૭/૧૧/૨૦૨૨ ના બપોરનાં ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઇપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. આ માટે મતદાન તા.૦૧/૧૨/૨૨ (ગુરૂવાર) ના રોજ સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા વચ્ચે થશે.
216 thoughts on “વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨: ૭૩-ગોંડલ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : ૧૪ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર મેળવી રજુ કરી શકાશે.”
Comments are closed.