આવતી કાલે રવિવારે ચોરડી-ગોંડલ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત: વિરાટ વૈષ્ણવ મહાસંમેલન.
મંગલમય આશીર્વચનથી હજારો ભાવિકજનો કૃતાર્થ બનશે. આ સંમેલનના મુખ્ય અતિથિ રૂપે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
અને સંમેલનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા, શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજયના કેબિનેટ મંત્રીઓ હર્ષ સંઘવી, જિતુભાઈ વાઘાણી, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાઘવજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, રૂષિકેશભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શ્રીમતી મનીષાબેન વકીલ, દેવભાઈ માલમ, બ્રિજેશભાઈ મેરજા, આર.સી. મકવાણા સહિત ગુજરાતના શૈક્ષણિક, ઔયોગિક, સામાજિક ક્ષેત્રના શ્રેષ્ઠિજનો મોટી સંખ્યામાં આ અવસરને શોભાવશે.
આ સંમેલનમાં જોડાવા વીવાયઓની વિવિધ શાખાઓ દ્વારા ભાવિકજનોની સુવિધા અર્થે બસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 750થી પણ વધુ બસો ભાવિકજનોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. ચોરડી મુકામે વીવાયઓ વિશ્ર્વ પરિવારના હજારો કાર્યકરો આ ભવ્ય આયોજનની તૈયારીઓને આખરીઓપ આપી રહ્યા છે.
ભાવિકજનોની સુવિધા અર્થે ભવ્યાતિભવ્ય મંડપ ઉભો કરવામાં આવ્યો છે જેમાં એક સાથે હજારો ભાવિકજનો આ અતિ અલૌકિક અવસરનાર સાક્ષી બનશે. પત્રકાર પરિષદમાં વૈષ્ણવાચાર્ય ગો.શ્રી વ્રજરાજકુમારજી મ. મૌલેશભાઈ ઉકાણી, અશોકભાઈ શાહ, જગદીશભાઈ કોટડીયા, રાકેશભાઈ દેસાઈ, કૌશિક રાબડીયા, પુનીતભાઈ ચોવટીયા, નીતિનભાઈ જાગાણી, ગોપાલભાઈ સોની, મિતુલભાઈ ધોળકીયા, હેમતભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, અરવિંદભાઈ શાહ, જીતેન સોની સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
ચોરડીમાં તા.6ના વિરાટ વૈષ્ણવ મહાસંમેલન
જામજોધપુર તાલુકામાંથી ચોરડી જવા નિ:શુલ્ક બસ વ્યવસ્થા
ચોરડી ગામે યોજાનાર વિરાટ વૈશ્ણવ મહા સંમેલનને લઈ જામજોધપુર વૈષ્ણ જનોમાં અનેરો ઉત્સાહ ચોરડી મુકામે તા.6ના રોજ વિરાટ વૈષ્ણવ મહાસંમેલન તથા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનો ખાત મુહુર્ત અવસરે સૌરાષ્ટ્ર સહિત વિવિધ જગ્યાએથી હજારોની સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડશે.
ત્યારે જામજોધપુર શહેર તેમજ તાલુકામાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ચોરડી મુકમે જઈ શકે તે માટે નિશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના પ્રભારી કૌશિકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર વલ્લભયુથ ઓર્ગેનાઈઝન ટીમ દ્વારા સંપુણ વ્યવસ્થા ઉત્સાહભેર કરવામાં આવેલ છે. વ્યવસ્થા ઉભી કરવા બહેનો યુવાનો શિક્ષક મિત્રો અને ભાવિકજનો દ્વારા સાથ મળી રહેલ છે.
340 thoughts on “આવતી કાલે રવિવારે ચોરડી-ગોંડલ ખાતે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત: વિરાટ વૈષ્ણવ મહાસંમેલન.”
Comments are closed.