મોરબી દુર્ઘટનાનો પડઘો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ.
મોંરબી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ છે.નોંધનીય છે કે, મોરબીમાં બનેલી દુર્ઘટનાનો પડઘો પડ્યો હોય તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ થતા હવે મોરબીવાસીઓ ઓરેવા ગ્રુપના સંચાલકોની ધરપકડ કરવાની પણ માંગ કરી રહ્યા છે.
રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળતું હતું. ત્યારે રવિવારે રાત્રે પોલીસે જવાબદાર કંપની સામે 304, 308 અને 114ની કલમ લગાડીને સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે રાત્રે આઠ વાગ્યા પછી ફરિયાદ નોંધી હતી. ત્યારે ચીફ ઓફિસર સંદીપઝાલાએ મીડિયાને પહેલા તો કોઈ સત્તાવાર નિવેનદ આપ્યું નહીં અને આપ્યું ત્યારે સ્વ બચાવનો પ્રયત્ન કર્યો હતો.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંટા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. એ આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી એને 15 વર્ષ માટે સમારકામ, મેઇન્ટેનન્સ અને એના તમામ આનુષંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે.
એ વખતે એવી ચાર્યા ઉઠી હતી કે આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો કેમ નથી નોંધાયો ત્યારે આજે એ ચર્ચાનો અંત આવ્યો હોય તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
474 thoughts on “મોરબી દુર્ઘટનાનો પડઘો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સસ્પેન્ડ.”
Comments are closed.