મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના: મચ્છુ નદીમાં ચાલતું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ : રાહત કમિશનર હર્ષદ પટેલે કરી જાહેરાત.

નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરાઈ

 

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યાની ઘટનામાં મચ્છુ નદીમાં અનેક લોકો ડૂબી જતાં નેવી, આર્મી, એનડીઆરએફ, ફાયરની ટીમો દ્વારા નદીના શોધખોળ ચાલુ હતી પરંતુ છેલ્લા બે દિવસથી કોઈ મૃતદેહ ન મળતા આજે રાહત કમિશનર હર્ષદ પટેલે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયાની જાહેરાત કરી છે.

આ સાથે સરકારના ચોપડે સત્તાવાર રીતે 135 લોકોના મોત નોંધાયા છે, આ તમામ મૃતકોની રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાય તંત્ર દ્વારા ચૂકવી દેવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકારની રૂ.2 લાખની સહાય ચૂકવવા માટે થઈને તજવીજ ચાલતી હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે એજન્સીઓ દ્વારા રવિવારે સાંજથી મચ્છુ નદીમાં ડૂબી ગયેલ લોકોને શોધવા સર્ચ ઓપરેશન કરવા આવી રહ્યું હતું અને આ ઓપરેશનના જવાબદાર અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટરે બેઠક કરી હતી,

ત્યારબાદ અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા આજે મોરબીમાં ઝુલતોપુલ તૂટી પડતા મચ્છુ નદીમાં મિસિંગ હોય તેવા લોકોને શોધવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું તેને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ તકે બચાવ – રાહતની કામગીરીમાં સહયોગ આપનાર તમામ નાગરિકો, સંસ્થાઓનો તેમજ પત્રકારોનો કલેકટરે આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!