ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.
ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ધમ્મ-શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવેલ હતુ.
રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે ખંભાલિડા ગામમાં ઐતિહાસિક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે પુરાતત્વ ખાતા મુજબ 1800 વર્ષ પ્રાચીન ગુફાઓ છે. જેની નજીકમાં જ સરકાર દ્વારા લાખોના ખર્ચે ધ્યાન-કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે.
ખંભાલિડા ગામમાં આવેલ બૌદ્ધ ગુફાઓનું બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં ખાસ્સું મહત્વ છે. જેને લઇને આંતરાષ્ટ્રિય સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘ કે જે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે. તેમની સહયોગી સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જેતપુર તેમજ બીજા અલગ અલગ સ્થળોએથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવ્યાં હતા. અને આ ધમ્મ-શિબિરનો લાભ લીધો હતો. જેમાં બૌદ્ધ આચાર્ય તરીકે ધમ્મચારી મંજુરત્ન શ્રેષ્ઠી અને ધમ્મચારી જીનસિદ્ધી દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. ધમ્મચારી મંજુરત્નના જણાવ્યા મુજબ આ નિવાસી શિબિર તા. 25થી 27 ઓકટોબર દરમિયાન યોજવામાં આવી હતી. તેમજ તેમણે આગળ જણાવ્યું હતું કે આ ખંભાલિડા ગામના આગેવાન વિક્રમદાદા અને ગામવાસીઓ દ્વારા આ શિબિર કરવા માટે ખૂબ મદદ કરવામાં આવી હતી. અને આ શિબિરમાં 25ની આસપાસ પરિવારો દ્વારા ધર્મ શિબિરનો લાભ લેવામાં આવ્યો હતો.
દિનેશ રાઠોડ દ્વારા (જેતપુર)
378 thoughts on “ઐતિહાસિક સ્થળ ખંભાલિડામાં યોજાઈ ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર : ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું આયોજન.”
Comments are closed.