વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈને આઠ હજારથી વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસને આદેશો : પાસા હેઠળના ૨૨૬ જેટલા આરોપીઓ પોલીસને હાથ લાગતા નથી !
સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જિલ્લામા વોન્ટેડહોવાનુ જાણવા મળ્યુ
તહેવારોમાં વતનમા આવેલા વોન્ટેડ આરોપીઓને શોધવા સર્વેલન્સ ટીમોને સોંપાઇ
સૌથી વધુ આરોપી અમદાવાદ, સુરત, વડોદરા જેવા પોલીસ કમિનરેટ એરિયા તેમજ વલસાડ, દાહોદ જેવા જિલ્લામા વોન્ટેડહોવાનુ જાણવા મળ્યુ છે.
ગુજરાત : વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય એ પહેલા જ કાયદો અને વ્યવસ્થાના સુચારુ અમલ માટે દરેક પોલીસ સ્ટેશનોના થાણા ઇન્ચાર્જને નાસતા- ફરતા અને પાસા હેઠળ જાહેર થયેલા આરોપીઓને પકડવા સર્વેલન્સ ટીમો એક્ટિવ કરવા આદેશ થયો. રાજ્યમા પોલીસ ચોપડે આઠ હજારથી વધુ આરોપીઓ વોન્ટેડ છે જ્યારે પાસાનો હુકમ થયો હોય પરંતુ પોલીસ પકડથી બહાર હોય એવા આરોપીની સંખ્યા ૨૨૬ આસપાસ જાય છે.
વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સજ્જતા માટે ઇલેક્શન કમિશન ઓફ્ ઇન્ડિયા- ECI ના ગુજરાત સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી- CEO એ રાજ્ય વહિવટી તંત્ર સહિત પોલીસને સતર્કતાલક્ષી સુચનાઓ આપી ત્રણ વર્ષમા વોન્ટેડ હોય એવા પકડવાના બાકી આરોપીઓની સંખ્યા આઠેક હજાર આસપાસ હતી.
ખૂન, લૂંટ, ચોરી, ધાક ધમકી અને આર્થિક ગુનાઓના વોન્ટેડ આરોપીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થાને મોટાપાયે અસર કરી શકે છે. આથી, ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વોન્ટેડ આરોપીને પકડવા ખાસ ડ્રાઇવ શરૂ કરવા પોલીસને ટાસ્ક સોંપવામા આવી છે. ચૂંટણી જાહેર થયા બાદ ECI ને વોન્ટેડ આરોપીઓ તેમજ અટકાયતી પગલાંઓ સંદર્ભે રાજ્ય પોલીસ વડા- DGP એ ડે ટુ ડે રિપોર્ટ આપવાનો રહે છે.
228 thoughts on “વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં લઈને આઠ હજારથી વધુ વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસને આદેશો : પાસા હેઠળના ૨૨૬ જેટલા આરોપીઓ પોલીસને હાથ લાગતા નથી !”
Comments are closed.