ગોંડલ ખેડૂત ડેકોર પરિવાર ના સ્વ.વડીલ ની સ્મૃતિ માં 1000 વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.
ગોંડલ ના ખેડૂત ડેકોર પરિવાર ના અગ્રણી સ્વ.શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ પટેલ ની તિથિ ની ઉજવણી શ્રી લક્ષ્મણભાઈ પટેલ,નિલેશભાઈ,સંજયભાઈ,નિતીનકુમાર, હર્ષ સહિત ના પરિવારના તમામ સદસ્યો એ પૂજ્ય માતાની તિથિ ની ઉજવણી ને વિશિષ્ટ બનાવવાના ઉદ્દેશ્ય થી સરકારી શાળાના તેમજ આસપાસ ની વિવિધ શાળાઓના 1000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ક્વોલિટી ની શૈક્ષણિક કીટ કે જેમાં બોલપેન,પેન્શીલ.રબર,શાર્પનર,ફુલપટ્ટી,કલર કીટ,સ્કેચપેન સહિતની ઉપયોગી કીટ ભેટ આપી વડીલ માતુશ્રી ની તિથિ ની યથાર્થ ઉજવણી કરવામાં આવી હતી.
આ શૈક્ષણિક કીટ ગરીબ વિસ્તાર ની ગરબી ની બાળાઓને પણ આપવામાં આવી.ઉપયોગી અને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ મેળવીને 1000 વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
શાળાના આચાર્ય અને શિક્ષકોએ તેમની શાળાના જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવા બદલ ખેડૂત ડેકોર પરિવાર નો ખાસ આભાર વ્યક્ત કરેલ હતો.આ શૈક્ષણિક કીટ વિતરણ માં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે નો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
306 thoughts on “ગોંડલ ખેડૂત ડેકોર પરિવાર ના સ્વ.વડીલ ની સ્મૃતિ માં 1000 વિદ્યાર્થીઓને કિંમતી શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.”
Comments are closed.