વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
જગવિખ્યાત યાત્રાધામ વીરપુર(જલારામ) આવતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોની માંગને લઈને વેરાવળ બાંદ્રા ટ્રેન વીરપુર સ્ટેશન પર સ્ટોપ માટે રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના નરેશભાઈ ચાંદ્વાણી તેમજ વીરપુરના અનેક અગ્રણીઓએ રેલ્વે વિભાગમાં રજુઆતો કરી હતી
ત્યારે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે પણ રેલ્વે મંત્રિ સહીતનાઓને તેમજ લોકસભામાં રજુઆત કરી હતી જેમને લઈને રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ તારીખ ૧૪ ઓક્ટોબર થી યાત્રાધામ વિરપુર સ્ટેશન પર આપવામાં આવ્યો
જેમાં સાંસદ પોરબંદર રમેશ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જેમાં વેરાવળથી બાંદ્રા ટર્મિનસ ટ્રેન નં. ૧૯૨૧૮ તારિખ ૧૪મી ઓક્ટોબર, ૨૦૨૨ શુક્રવાર ના રોજ વિરપુર સ્ટેશન પર ઉભી રહી હતી ત્યારે વીરપુર અગ્રણીઓએ ઢોલ નગરા સાથે ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ટ્રેનનાં ડ્રાઇવરને મો મીઠા કરાવ્યા હતા.
આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના D.R.M મનોજ ગોયલ સહિતના રેલ્વેના અધિકારીઓ તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તથા પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા,વેલજીભાઈ સરવૈયા તેમજ વેપારી અગ્રણી રમેશભાઈ ગઢિયા,અનિલભાઈ વઘાસીયા,ભરતભાઈ ગઢિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,આગામી ૩૧ ઓક્ટોબરે પૂજ્ય જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતી આવતી હોવાથી આ ટ્રેનના સ્ટોપેજને લઈને રેલ્વે મુસાફરો અને વિરપુર આવતા યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનના સ્ટોપેજ સંદર્ભે માનનીય સાંસદ રમેશ ધડુકે ત્યાં ઉપસ્થિત જનતા સાથે વાતચીત કરી લોકોએ રેલ્વે પ્રશાસનનો આભાર માન્યો હતો.
212 thoughts on “વેરાવળ-બાંદ્રા- વેરાવળ દૈનિક એક્સપ્રેસ ટ્રેનનું વીરપુર સ્ટેશને સ્ટોપેજ શરૂ કરાયું : સાંસદ રમેશભાઇ ધડુકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.”
Comments are closed.