ગોંડલ સબ જેલમાં ઉલ્ટી ગંગા : માથાભારે કેદીઓ જેલ કર્મચારીઓ ઉપર દાદાગીરી કરે છે! સબ જેલના ૧૩ ગાર્ડીંગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહા નિર્દેશકને લેખિત રજૂઆત : ગોંડલ જેલ ફરી ચર્ચાસ્પદ બની.
ગોંડલની સબજેલમાં જેલ સહાયક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ચાર કેદીઓ એ હાથ પર કાચ ના છરકા મારી આત્મહત્યાના પ્રયાસ ની ઘટનાની સનસની હજુ શાંત પડી નથી ત્યાંજ જેલ કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશક ને પત્ર લખી જેલ માં રહેલા માથાભારે કેદીઓ દ્વારા એનકેન પ્રકારે ત્રાસ અપાતો હોવા ની રજુઆત કરાતા ઉલ્ટી ગંગા સમી ઘટના ચકચારી બની છે.
પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા ચાર કેદીઓ દ્વારા કાચ થી હાથ પર છરકા મારી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. આ કેદીઓ એ એક જેલ કર્મચારી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે હજુ તપાસ ચાલુ છે ત્યાં જ સબજેલ સ્ટાફ ના તેર જેટલા ગાર્ડીંગ કમઁચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશક ને ત્રણ પાના નો પત્ર પાઠવી જેલ કર્મચારીઓનું મોરલ તુટે તે પ્રકારે કેટલાક માથાભારે કેદીઓ મનમાની ચલાવી ત્રાસ ગુજારતા હોવાની રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે સબજેલ માં કેટલાક માથાભારે કેદીઓ દ્વારા જેલ મા અનધિકળત -વળતિઓ કરવા દેવા અને અનધિકળત વસ્તુઓ લેવા દેવા માટે જેલ સ્ટાફ નડતરરુપ ના થાય તે માટે જેલ અધિક્ષકને સ્ટાફ વિરુદ્ધ ખોટી રજુઆતો કરી સ્ટાફ નુ મોરલ તોડવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.આવા કેદીઓ દ્વારા ખોટી માંદગી ઉભી કરી જાપ્તા સાથે સિવિલ હોસ્પિટલ લઈ જવાતી વેળા જેલ કમઁચારીઓ સાથે રસ્તા મા અભદ્ર વર્તન કરાય છે.
રજુઆતમાં વધુમાં જણાવાયુ કે જેલ અધિક્ષક ગમારા રજા પર હતા ત્યારે ચાર્જ મા આવેલા અધિકારી ગઢવી એ આવા માથાભારે કેદીઓ સામે કડક કામગીરી કરી હોય જેલ મા શાંતિ હતી. જેલ અધિક્ષક ગમારા રજા પર થી ફરજ પર હાજર થતા આવા તત્વો દ્વારા ફરી ત્રાસ શરુ કરાતા કમઁચારીઓ ને ડર છે કે આ કેદીઓ દ્વારા ખોટા આક્ષેપોને કારણે સ્ટાફને કોઈ પણ પ્રકારની શિક્ષા કે સસ્પેન્ડ થવા ની ભીતી છે.થોડા સમય પહેલા હવાલદાર જગદીશભાઈ સોલંકી પર સ્ટોરના કેદી દ્વારા હુમલો કરાયો હતો. જેલસ્ટાફને નહી ગાંઠતા માથાભારે કેદીઓ દ્વારા જેલમા સંગઠન બનાવી જેલસ્ટાફ ને માનસીક તો કયારેક શારીરીક ત્રાસ અપાતો હોવાની વિગતો રજુઆતમાં જણાવાઇ છે.
જેલ કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિર્દેશકને લખાયેલા પત્ર અંગે જેલ અધિક્ષક ગમારા એ જણાવ્યુ કે આવી રજુઆત અંગે મને કોઈ જાણ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલની સબજેલ એક સમયે જલ્સાઘર તરીકે જાણીતી બની હતી.જેલ મા રહીને ગેરકાનુની પ્રવળતિઓ માટે નિખિલ દોંગા તથા તેની ગેંગ સામે ગુજસીટોક લગાવાઇ હતી.જેલ ની જલ્સાઘર પરિસ્થિતિ સામે જેલર પરમાર સસ્પેન્ડ થયા હતા અને તેની સામે પણ ગુજસીટોક લગાવાઇ હતી.જેલર સામે ગુજસીટોક લાગી હોય તેવી ગુજરાત ની આ પ્રથમ ઘટના છે. થોડી શાંતિ બાદ ફરી ગોંડલની સબજેલ ચર્ચાસ્પદ બની છે.
213 thoughts on “ગોંડલ સબ જેલમાં ઉલ્ટી ગંગા : માથાભારે કેદીઓ જેલ કર્મચારીઓ ઉપર દાદાગીરી કરે છે! સબ જેલના ૧૩ ગાર્ડીંગ કર્મચારીઓ દ્વારા પોલીસ મહા નિર્દેશકને લેખિત રજૂઆત : ગોંડલ જેલ ફરી ચર્ચાસ્પદ બની.”
Comments are closed.