ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ગોંડલ દ્વારા શરદ પૂનમ રાસ ગરબા મહોત્સવ યોજાયો.

ક્ષત્રિય ખાંટ ‌રાજપુત સમાજ ગોંડલ દ્વારા આયોજિત શરદપૂનમની રાસ ગરબા મહોત્સવ 2022 શરદપૂનમની રઢીયારી રાતે હસ્તી મ્યુઝિક ગ્રુપ સંગીતના સથવારે ગોંડલ એશિયનટીક એન્જિનિયર કોલેજ ખાતે યોજાયો હતો આ રાસ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ રાસ ગરબા મહોત્સવમાં મુખ્ય મહેમાન શ્રી જે,પી, જાડેજા સાહેબ શ્રી રાજપુત કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા રાજુભાઈ સરવૈયા પ્રમુખશ્રી ખાંટ રાજપૂત સમાજ રાજકોટ ,કે,પી, ગુજરાતી સાહેબ રાજકોટ, જયસુખભાઈ ગુજરાતી નગરપાલિકા ચેરમેન જેતપુર ,ગોપાલભાઈ ભુવા પ્રમુખશ્રી એન્જિનિયર કોલેજ ગોંડલ, ગણેશજી જયરાજસિંહ જાડેજા ગોંડલ ,અરવિંદભાઈ સરવૈયા એડવોકેટ રાજકોટ, અનિલભાઈ ગુજરાતી ગોંડલ ,મુકેશભાઈ ઝાલા ગોંડલ ,ભુપતભાઈ સોલંકી રાજકોટ જિલ્લા સદસ્ય, કૌશિકભાઇ ચૌહાણ નાયબ મામલતદાર, મહેશભાઈ મકવાણા મામલતદાર ઋષિરાજસિંહ જાડેજા ગોંડલ, વેલજીભાઈ સરવૈયા વિરપુર, કિશનભાઇ મોરબિયા પત્રકાર વિરપુર, આશિષભાઈ લાલકીયા ઉપલેટા ,વગેરે અગ્નણીઓ હાજર રહ્યા હતા તેમજ ખાંટ રાજપૂત સમાજ ગુજરાત ભરના ખેલૈયાઓ શરદપૂનમની રાતે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને ગરબા રમનાર ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશ પીપળીયા ,કિરીટ ડાભી, ગૌરવ ભડલીયા,અશ્વિન ગોહેલ, રાજેશ પીપળીયા મિથુનભાઈ ડાભી એ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!