માં આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનો મહા પર્વ એટલે નવલા માં ના નોરતા.
નવરાત્રી એટલે માતાજીની સાધના આરાધનાનું પર્વ નવલા નોરતા એ શ્રદ્ધા સાથે ભક્તિ સાધના આરાધના અને ઉપાસનાનો પર્વ આપણી સંસ્કૃતિમાં નવરાત્રીનું આધ્યાત્મિક ધાર્મિક અને સામાજિક ત્રિવેણી સંગમ સમાન મહત્વ રહેલું છે જેની મહત્તા મહિમા ગરિમા અને સાર્થકતા છે નવરાત્રી પર્વે એ નારીશક્તિની પૂજાનું પર્વ છે દેવી શક્તિ સંગઠનાત્મક શક્તિ અને પ્રવૃત્તિનું પ્રતીક છે નવલા નવ દિવસોમાં જગતજનની જગદંબાના અનુષ્ઠાન આરતી આરાધના ધ્યાન પૂજા મંત્ર જાપ વ્રત સંયમ મૌન વગેરે ઘેર ઘેર શક્તિની ઉપાસના કરવામાં આવે છે આપણા જીવનમાં રહેલા આસુરી તત્વો શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ મદ તથા મત્સરને જીતવા માટે આ નવરાત્રીમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવના થી મા જગદંબાની ઉપાસના કરી દેવી શક્તિ પ્રાપ્ત કરવાની છે
આ શક્તિ વડે અંદરના અને બહારના શત્રુઓને હણવાના છે જેથી આપની નિર્બળતા દુર કરી સહાનુભૂતિ સંવેદના કરૂણા ક્ષમા અને ઉદારતા જેવી સૂક્ષ્મ દેવી સંપત્તિ ઉજાગર કરવાની છે નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ભાવભીની ભક્તિ કરવાથી આપણા સઘળા દુઃખ દર્દ અને કલસનું હરણ થાય અંતરમાં વ્યાપેલી આસુરી વૃત્તિ પર વિજય પ્રાપ્ત થાય માનવીય જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત થાય આદ્યશક્તિ શ્રી અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કરી દસમા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો અંબાજી માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા બાદ તેમની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈ ને આ તહેવાર ઉજવે છે આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓના ગરિમામય સ્થાનને દર્શાવે છે
નવરાત્રિમાં નવ દેવીઓનું વિશેષ મહત્વ છે નવદુર્ગા માતાના નવ સ્વરૂપો (1) શૈલપુત્રી (2) બ્રહ્મચારિણી (3) ચંદ્રઘંટાની (4) કુશમંદા (5) સ્કંદમાતા (6) કાત્યાયની (7) કાલરાત્રી (8) મહાગૌરી (9) સિદ્ધિદાત્રી ના ગુણગાન ગાય છે નવરાત્રીના આગમનના પડઘમ વાગતા જ યુવાધન હિલોળે ચડે છે નવ દિવસ સુધી માતાજીના ગુણગાન રાસ ગરબાની રમઝટ અને નવ નવ રાત્રી સુધી ખેલૈયાઓ મન મોર બની થનગાટ કરે છે ત્યારે ગ્રામીણ પંથકમાં નાની નાની બાળાઓ માતાજીનું સ્વરૂપ બની દેશી ગરબા ગાઈ ઘેર ઘેર ગરબા પ્રગટાવી માતાજીની સ્તુતિ પાઠ અનુષ્ઠાન સહિત માઇભકતો ઉજવણી કરી અને નવ દિવસ કાલાવાલા કરી માતાજીની ઉપાસના કરે છે ગરબે રમવા નું ગરબો માણવાનો અવસર સાંપડ્યો છે એ આપણા સદ્દભાગ્ય છે પાંચાળ પ્રદેશના ગામડા ગામનો પ્રાચીન ગરબો આજે પાંચાળની દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ ઉભી કરી વિશ્વમાં વ્હાલો થઈ ઘુમવા લાગ્યો છે જે ગરવી ગુજરાતમાં સઁસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ અને નવલું નજરાણું છે નવરાત્રી શક્તિ પૂજા અને સ્ત્રી શક્તિના સામર્થ્યના સ્વિકારનો અને માતૃશક્તિની વંદનાનો ઉત્સવ છે આ પર્વમાં સામાજિક સમરસતા અને જનમંગલની શુભ ભાવનાથી સર્વ સમાજમાં સામાજિક એકતાના દર્શન જોવા મળે છે અને દરેક સમાજ એકસૂત્રતાના તાંતણે બંધાય છે નવલા નોરતામાં હિન્દુ પૌરાણિક કથા પર નજર નાખીએ તો ત્રેતાયુગમાં રાવણે માતા સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા જેથી રામે સીતાને પરત લાવવા માટે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી એ સમયે આસો માસ હતો આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે
તેથી શ્રી રામે આસો માસના સુદ પક્ષમાં એકમથી લઈને નવમી સુધી આરાધના કરીને દેવી શક્તિને જાગૃત કરી તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન પણ મળ્યું આમ શ્રી રામે આસો સુદ 10 મી એ વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો શ્રીરામે નવ દિવસ અનુષ્ઠાન કર્યું હોવાને કારણે શરદીય નવરાત્રિમાં માતાની આરાધના કરવાનું મહત્વ વધી ગયું નવરાત્રી દરમિયાન ગરવી ગુજરાત કાઠિયાવાડ અને પાંચાળ પ્રદેશના ગામડાઓમાં સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક નાટકો ભજવાય છે
ધાર્મિક નાટકો થી લોકો ભક્તિના માર્ગે દોરવાય છે અને બીજા ધર્મનો આદર કરતા શીખે છે અને સામાજિક નાટકથી લોકો સમાજસેવા તરફ પ્રવૃત્ત થાય છે રાષ્ટ્રીય નાટકોથી લોકોમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય છે સાંસ્કૃતિક નાટકો દ્વારા દેશની સંસ્કૃતિનું જતન થાય છે નવરાત્રિના પવિત્ર તહેવારોની ઉજવણીમાં લોકોમાં પ્રેમ દયા સહનશીલતા અને સામાજિક સદભાવના જેવા ગુણો ખીલે છે નવરાત્રી દરમિયાન અલગ અલગ પ્રદેશોની ભાતીગળ સંસ્કૃતિના દર્શન જોવા મળે છે પહેરવેશ રીત રિવાજ જીવનશૈલી લોકગીતો પરંપરાગત લોકનૃત્યો વગેરે રજુ થાય છે નવરાત્રીના પવિત્ર તહેવારમાં દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિના દર્શનથી માનવીય જીવન મૂલ્યોમાં ઓજસ પ્રકાશ પથરાય છે આમ નવરાત્રી એ સામાજિક સમરસતા એકતા ભાવના ખીલવી પરિવર્તનનું શુભ મહાપર્વ છે સફળ વિશ્વનું શુભ કલ્યાણ તેમ નવદુર્ગા માતાજીના સાધક વિનોદભાઈ વાલાણીએ વધુમા જણાવ્યું હતું.
226 thoughts on “માં આદ્યશક્તિની સાધના આરાધના અને ઉપાસનાનો મહા પર્વ એટલે નવલા માં ના નોરતા.”
Comments are closed.