ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા? ભગવદગોમંડલમાં અગિયાર થી વીસ જેટલા અર્થ આપેલ છે.

Loading

સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં ‘ણ’ થી શરુ થતા વીસ જેટલા શબ્દ આપેલા છે. એમાંથી એક બે- ને બાદ કરતાં બધા જ શબ્દો આજે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે.

મધ્યકાલીન સાહિત્યમાં ‘ણ’ નો ભરપૂર ઉપયોગ થયો છે. એના વગર મધ્યકાલીન સાહિત્ય અધૂરું છે.’ણંદિ’ શબ્દના તો ભગવદગોમંડલમાં અગિયાર જેટલા અર્થ આપેલ છે. એ પરથી સ્પષ્ટ થાય કે આ બધા જ શબ્દો ખૂબ મોટા પ્રમાણમાં પ્રયોજાતા હશે. તો હવે પ્રશ્ન એ થાય કે અર્વાચીનકાળમાં ‘ણ’ ના શબ્દોને શા માટે ભૂલાવી દેવાયા? આટલા શબ્દ ઉપલબ્ધ હતા તો નાના બાળકોની દેશીહિસાબની ચોપડી કે બારાખડીની ચોપડીમાં ‘ણ’ નો કોઈ શબ્દ કેમ ન ભણાવાયો?. નીચે આપેલા ‘ણ’ થી શરુ થતા શબ્દોમાંથી કોઈ પણ શબ્દ ભણાવી શકાય.

 

મારું માનવું છે કે ક કમળનો ક…ન નદીનો ન… તો ણ ણગનો ણ….’ણગ’ એટલે પર્વત એમ ‘ણ’ ને ભણાવવો જોઈએ.

ણ: એક અક્ષર
ણંગર: લંગર; હળ
ણંગૂલ: પૂછડું
ણંદ: સમુદ્ર
ણંદણ: પુત્ર; વૃદ્ધિ; સમૃદ્ધિ
ણંદણવણ: મેરૂ પર્વત ઉપરનું એક વન
ણંદા: પડવો, છઠ અને અગિયારસ એ ત્રણ તિથિના નામ; એક રાણીનું નામ
ણંદાવ્રત: ચાર ઇંન્દ્રિય વાળો એક જાતનો જીવ ; નવ ખૂણા વાળો સાથિયો
ણંદિ: આનંદ; પ્રમોદ; ઇચ્છા; અભિલાષા; ચાહના; ઇચ્છિત અર્થની પ્રાપ્તિ; એ નામનો એક દ્વીપ અને સમુદ્ર; એક ઝાડનું નામ; સમૃદ્ધિ
ણંદીરુક્ખ: પીપળો
ણઈ: નદી
ણઈવઈ: સમુદ્ર
ણઉલ: નકુલ; પાંડવોનો સૌથી નાનો ભાઈ નકુલ
ણકાર: ણ અક્ષર; ણ એવો ઉચ્ચાર
ણકારાંત: છેડે ણકારવાળું
ણક્ક: નાક ; એક જાતનો મચ્છ
ણગ: પર્વત
ણગણ: બે માત્રાનો એક માત્રિક ગણ
ણગર: શહેર
ણગરાય: પર્વતોનો રાજા; મેરુ પર્વત.આટલા શબ્દો કોર્ષ આવેલા છે.

error: Content is protected !!