સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત અધ્યાપકોનું ગરીમાપૂણૅ સન્માન અને વાર્ષિક સાધારણસભા સમ્પન્ન: કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી અને આર. ડી. સી. બેન્ક ના ડિરેક્ટર અરવિંદભાઈ તાળા ઉપસ્થિત રહ્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા તા.૨૦/૯/૨૦૨૨ના રોજ અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં સંમ્પન્ન થઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે આર.ડી.સી.બેન્કના સિનિયર ડિરેક્ટર શ્રી અરવિંદભાઈ ત્રાડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી થયો હતો ત્યારબાદ મહેમાનોએ દીપ પ્રાગટય કર્યું હતું. મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળીના પ્રમુખશ્રી ડૉ.જયદીપસિહ કે. ડોડિયા એ કર્યું હતું. ડૉ. ગિરીશભાઈ ભીમાણીએ અધ્યક્ષીય ઉદૃબોધનમાં સેવા, સંપ અને સહકારથી ચાલતી આ મંડળી હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ જ્યાં પણ તેમના માર્ગદર્શન કે કોઈ જરૂરિયાત અંગે તેમણે હંમેશાં સાથે રહેવા અંગેની ખાતરી આપી હતી. સહકારક્ષેત્રે કાર્યરત આ સંસ્થા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પણ કાર્યરત થાય તેવું દિશાસૂચન તેમણે કર્યું હતું. અધ્યક્ષના ઉદૃબોધન બાદ મંડળીના મંત્રીશ્રી ડૉ. વી. જે. કનેરિયાએ હિસાબ રજૂ કર્યા હતા. કાર્યક્રમના બીજા દોરમાં નિવૃત્ત અધ્યાપકો ડૉ. મિહિર જોશી પૂર્વ અધ્યક્ષ ભૌતિકશાસ્ત્રભવન, ડૉ. એચ. એન. પંડયા પૂર્વ અધ્યક્ષ ઈલેક્ટ્રોનિક્સ ભવન, ડૉ. વર્ષાબહેન ત્રિવેદી બાયોસાયન્સ ભવન વગેરેનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપી ગરીમા પૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ.યોગેશ જોગસણે કર્યું હતું તેમજ કાર્યક્રમનું આભારદર્શન ઉપપ્રમુખ શ્રી ડૉ. જે.એ.ભાલોડિયાએ કર્યું હતું. આ કાયૅક્રમમા મંડળીના સ્થાપક પ્રમુખ ડૉ. યુ. વી. મણવર સાહેબ અને પૂર્વપ્રમુખ ડૉ. ગિરીશ ત્રિવેદી તથા નિવૃત્ત અધ્યક્ષ ડૉ. હિરેન જોશી તથા કારોબારી હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને ડૉ. બાબાસાહેબ ચેરના નિયામક પ્રો. ડૉ. રાજાભાઈ કાથડ દ્વારા પ્રાપ્ત પુસ્તકપુષ્પથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મંગળવાર તા.૨૦-૯-૨૦૨૨ ના રોજ યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ચોત્રીસમી વાર્ષિક સાધારણ સભા, સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર અધ્યાપકોના અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો.જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો -પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેરે જહેમત ઉઠાવી હતી.