ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૩ માં ૯૫ લાખના ખર્ચે રોડના કામોનું ૭૩વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગોંડલ નગરપાલિકા વોર્ડ-૩ આ વર્ષે પણ વિકાસ ની હરણફાળ કામગીરી તરફ આગળ વધી રહીયો છે ગોંડલમાં ગોંડલ નગપાલિકાનો વિકાસનો રથ અવિરત ચાલુ હોય જેમાં આજ રોજ અલગ અલગ ગ્રાન્ટ માંથી ૯૫ લાખ ના ખર્ચે રોડ ના કામો આપણા વિસ્તારના લોકલાડીલા ૭૩ વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ
આ તકે ગોંડલ નગરપાલિકાના વોર્ડ-૩ ના રોડ -૧- રઘુવીર સોસાયટી બગીચા વાળો રોડ.-૨- રોયલ પાર્ક -૧ શેરી :-૩ રૂપાવિલા વાળી શેરી.-૩- હરભોલે સોસાયટી વજુભાઈ મકવાણા વાળી શેરી.-૪- હરભોલે અર્જુનભાઈ પરમાર વાળી શેરી.-૫- નીલકમલ ચંદુભાઈ ની શેરી.-૬- નીલકમલ રમેશભાઈ ની શેરી.-૭- વીઠલવાડી બિજલભાઈ રાવલદેવ વાળી શેરી.-૮-વાછરા રોડ પ્રવીણભાઈ વાડી શેરી -૯- હર ભોલે સોસાયટી અશ્વિનભાઈ વારી શેરી -૧૦ -બુધ નગર ગજરાજ ઓઇલ મીલ વાળી શેરી -૧૧- બુધ નગર મંગળેશ્વર મંદિર પાસેનો સીસી રોડ -૧૨- મોવિયા રોડ સુમરા સોસાયટી ગુંદાવાડી નજીક શેરી -૧૩-કંટોલિયા રોડ વાલ્મિકી સમાજ સ્મશાન નો રોડ -૧૪-વાછરા રોડ ખોડીયાર મા મઠવાડો રોડ -૧૫-હર ભોલે સોસાયટી સ્નાનઘાટ થી વાછરા રોડ સુધી -૧૬- બુધ નગર યોગેશભાઈ સોલંકી વાડી શેરી -૧૭- બુધ નગર પારસભાઈ સોલંકી વાડી શેરી તેમજ બાકી રહી ગયેલા કામોની ખાતરી ધારાસભ્ય આપી છે.
ધારાસભ્યશ્રીએ મોવિયા રોડ ઉપર આવતા દિવસોમાં પોતાની ગ્રાન્ટમાંથી ૫૦ લાખ જેવી મોટી રકમ વોર્ડ નંબર ૩ ના મોવિયા રોડ ખાતે વાપરવાનો નિર્ણય કર્યો છે જે કામ ગણતરી ના દિવસોમાં ચાલુ થશે
આ તકે નગરપાલિકાના શ્રી પ્રમુખ પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ રૈયાણી , ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ સિંધવ, ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ઓમદેવસિંહ જાડેજા, બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઈ ડાભી, વોટર વર્કસ શાખા ના ચેરમેન આશિફભાઇ જીકરીયા વોર્ડ -૩ ના નગરસેવકો ઋષિરાજસિંહ જાડેજા, રાજુભાઈ ધાના રૂખડભાઈ મકવાણા, અનિલભાઈ માધડ, ૭૩- વિધાનસભા યુવા ભાજપ શહેર સંયોજક સમીરભાઈ કોટડીયા તથા સંજયભાઈ ધીણોજા, અશ્વિનભાઈ પાચાણી, ઈકબાલભાઈ કૈડા, મનીષભાઈ રૈયાણી, ભાવેશભાઈ પીપડીયા, મનીષભાઈ રૈયાણી, નિલેશભાઈ કાપડિયા, રમેશભાઈ સોંદરવા, તેમજ ભાજપ સંગઠનના પૃથ્વીસિંહ જાડેજા, મનુભાઈ કોટડીયા, તેમજ માધુભાઈ કોટડીયા, ભરતભાઈ ઢોલરીયા, કિશોરભાઈ મકવાણા અમિતભાઈ સોલંકી, જુમાભાઈ ગુંગા વોર્ડના કાર્યકર્તાઓ અશ્વિનભાઈ, વિજયસિંહ, નાનભા, ફેમીદાબેન હાજર રહ્યા હતા અને કામને બિરદાવ્યા હતા.
390 thoughts on “ગોંડલ નગરપાલિકાના વોર્ડ નં ૩ માં ૯૫ લાખના ખર્ચે રોડના કામોનું ૭૩વિધાનસભા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.”
Comments are closed.