ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિયેશન અને કાઠિયાવાડી મારવાડી અશ્વ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આયોજીત સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી નવયુવાનોમાં અશ્વો પ્રત્યે રુચિ કેળવાય, અશ્વો તરફ આકર્ષિત થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવા આયોજકોને અનુરોધ કર્યો હતો. ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવા વધુમાં વધુ અશ્વ શો કરવા પર મંત્રી શ્રી રૂપાલાએ ભાર મુક્યો હતો.

આ તકે મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ અશ્વપ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ રત્નોમાં જેનો સમાવેશ થાય છે તેવા કાઠીયાવાડી અશ્વો આપણી સંસ્કૃતિની વિરાસત છે, આ અમૂલ્ય રત્નનું સંવર્ધન કરી જાળવણી માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા આપણી જવાબદારી છે.

જાફરાબાદી ભેંસ, કાઠિયાવાડી અશ્વ સહિત ગીર ગાય જેવું લુપ્ત થતું પશુધન આપણી પારંપરિક વિરાસત છે, તેની યોગ્ય જાળવણી થાય તે અત્યંત આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, પશુધનના યોગ્ય સંવર્ધનમાં જમીનનો પણ પ્રભાવ પડતો હોવાથી યોગ્ય આબોહવામાં સંવર્ધન થાય તે જરૂરી હોવાથી કાઠિયાવાડી અશ્વો માટેની લેબોરેટરી પણ કાઠિયાવાડમાં જ સ્થપાય તે અનિવાર્ય છે.

આ તકે અશ્વદોડમાં પ્રથમ વિજેતા થયેલા અશ્વવીરનું સન્માન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અશ્વ દોડ કે અન્ય અશ્વ સ્પર્ધામાં વિજેતા થતાં અશ્વવીરોને જાહેરમાં સન્માનીત કરી પ્રોત્સાહન આપવું જોઈએ. આ તકે તેઓએ અશ્વોના સંવર્ધન માટે વિચાર વિમર્શ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી શક્ય તેટલી વેગવંતી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

સાથોસાથ મંત્રીશ્રીએ રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર આવેલ ભુવનેશ્વરી ગીર બ્રીડિંગ ફાર્મની મુલાકાત લીધી હતી. આ ગૌશાળામાં આશરે ૨૦૦ જેટલી ગાયો તથા ૧૫ કાઠિયાવાડી અશ્વો આશ્રય લઈ રહ્યા છે. આ તકે પર્યાવરણનું રક્ષણ કરવા વૃક્ષારોપણ કર્યા બાદ ગૌશાળાનું તથા અશ્વશાળાનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. મંત્રીશ્રીએ ગોંડલ સ્થિત ભુવનેશ્વરી શક્તિ પીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા શીશ ઝુકાવી નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી આચાર્યશ્રી ઘનશ્યામ મહારાજ, ઉપપ્રમુખ અને જસદણ દરબારશ્રી સત્યજીત ખાચર, ડો. વલ્લભભાઈ કથીરીયા, શામજીભાઈ ખુંટ દ્વારા પ્રસોંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચીશ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક, ડો. વલ્લભભાઈ કથીરીયા, અગ્રણી ચેતનભાઈ રામાણી, ભુવનેશ્વરી મંદિર અધ્યક્ષશ્રી રવિદર્શન વ્યાસ,અશ્વ મંડળીના સભ્યો સહિતના અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીએ સંસ્થાની પ્રતિભાવ બુકમાં પ્રતિભાવ આપતા નોંધ્યું હતું કે,

સંસ્થાનાં આચાર્યશ્રી ઘનશ્યામ મહારાજ એક હરતું ફરતું વિશ્વ વિદ્યાલય જેવું વ્યક્તિત્વ ધરાવે છે. તેમના કાર્યોને નજીકથી નિહાળવાનો પુણ્ય લ્હાવો મળ્યો. તેઓના દ્વારા સુંદર સુપુષ્ટ ગીર ઓલાદની ગાયો અને સાંઢનું સંવર્ધન કરવાનું ઉમદા કાર્ય ચાલી રહ્યું છે. મહારાજશ્રીનું અશ્વ અને ગાય સંવર્ધનનું જ્ઞાન સંગ્રહિત કરી લેવા જેવું છે. તેઓના માર્ગદર્શન હેઠળ કાઠિયાવાડમાં ગીર ગાય અને કાઠિયાવાડી અશ્વનું પાલન કરવાનું કાર્ય સુવ્યવસ્થિત થાય તેવી શુભકામના પાઠવી હતી.

102 thoughts on “ગોંડલ ખાતે ભુવનેશ્વરી ગીર બ્રિડિંગ ફાર્મની મુલાકાત લેતા કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા: કાઠિયાવાડી અશ્વોનુ લુપ્ત થતી પ્રજાતિ ઉપરાંત પરંપરાગત સંસ્કૃતિની વિરાસતનુ સંવર્ધન કરવું અતિ આવશ્યક – મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા.

  1. Pingback: Luce lineare LED
  2. Pingback: butterfly sport
  3. Pingback: Fiverr Earn
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: fiverrearn.com
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: quietum plus buy
  15. Pingback: glucotrust buy
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: fluffy frenchies
  18. Pingback: springerdoodle
  19. Pingback: aussiechon
  20. Pingback: isla mujeres
  21. Pingback: seo in Malaysia
  22. Pingback: seo in Australia
  23. Pingback: crypto news
  24. Pingback: micro frenchies
  25. Pingback: best Samsung
  26. Pingback: Fiverr
  27. Pingback: Fiverr.Com
  28. Pingback: french bulldog
  29. Pingback: Warranty
  30. Pingback: FUE
  31. Pingback: FUE
  32. Pingback: FUE
  33. Pingback: FUE
  34. Pingback: FUE
  35. Pingback: House moving

Comments are closed.

error: Content is protected !!