ગોંડલ માં વિકાસ ના કામો ને મંજૂરી મળી શહેર ના 11 વોર્ડ માં 5 કરોડ ના નવા મંજુર થયેલા રોડ નું 11 દિવસ સુધી અલગ અલગ વોર્ડ માં ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ગોંડલ નગરપાલિકા માં આવતા 11 વોર્ડ માં વિકાસ ના કામોને મંજૂરી મળી સતત 11 દિવસ સુધી શહેર ના અલગ અલગ વોર્ડ માં એક એક ખાત મુહુર્ત કરવામાં આવશે જેમાં ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ભાજપ ના યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, બાંધકામ સમિતિ ના ચેરમેન ચંદુભાઈ ડાભી, સહિત ના અલગ અલગ વોર્ડ ના નગરપાલિકાના સદસ્યો, સંગઠન ના હોદેદારો, કાર્યકરો અને વોર્ડ ના પ્રજાજનો ઉપસ્થિત રહેશે 4 કરોડ 94 લાખ 19 હજાર 911 રૂપિયા ના ખર્ચે 11 વોર્ડ ના અલગ અલગ રોડ ના કામને મંજૂરી મળી 11 વોર્ડ ના વોર્ડ વાઇઝ સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે
વિકાસ લક્ષી કાર્યો માં પહેલું ખાતમુહૂર્ત ભાજપ અગ્રણી ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા ના વરદ હસ્તે પુનીતનગર વિશ્વેવર મહાદેવ મંદિર ખાતે વોર્ડ નંબર 9 માં દસ જેટલા અલગ અલગ રોડ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ગોંડલ નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, બાંધકામ સમિતિ ના ચેરમેન ચંદુભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, વોર્ડ ના સદસ્ય અશ્વિનભાઈ પાંચાણી, શૈલેષભાઈ રોકડ, મિતલબેન ધાનાણી, સહિત ના આગેવાનો, સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા
ગોંડલ શહેર માં વોર્ડ નંબર એક માં 12 જેટલા રોડ નું 47,08198 /- ના ખર્ચે, વોર્ડ નંબર – 2 માં 6 જેટલા અલગ અલગ શેરી ના રોડ નું 40,98661 /- ના ખર્ચે, વોર્ડ નંબર 3 માં 9 જેટલી શેરી માં અલગ અલગ રોડ ના 50,25811 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 4 માં 6 જેટલા રોડ ના 44,46190 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 5 માં સાત જેટલા રોડ નું 33,79,866 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 6 માં સાત જેટલા અલગ અલગ રોડ ના 39,83,950 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 7 માં 6 જેટલા અલગ અલગ રોડ ના 58, 88,480 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 8 માં 10 જેટલા અલગ અલગ રોડ ના 42,99,890 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 9 માં 10 જેટલા અલગ અલગ રોડ ના 42,77,075/- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર – 10 માં 4 જેટલા અલગ અલગ રોડ ના 43,17,640 /- લાખ ના ખર્ચે, વોર્ડ નંબર 11 માં 5 જેટલા અલગ અલગ રોડ ના 49,94150 લાખ ના ખર્ચે 11 વોર્ડના 82 જેટલા અલગ અલગ રોડ ના ખાત મુહુર્ત થશે.
ગોંડલ નગરપાલિકા ના 11 વોર્ડ ના 44 સદસ્યો, આગેવાનો, શહેરીજનો, અગ્રણીઓ સહિત ના લોકો આ ખાતમુહૂર્ત માં ઉપસ્થિત રહેશે.
233 thoughts on “ગોંડલ માં વિકાસ ના કામો ને મંજૂરી મળી શહેર ના 11 વોર્ડ માં 5 કરોડ ના નવા મંજુર થયેલા રોડ નું 11 દિવસ સુધી અલગ અલગ વોર્ડ માં ખાતમુહૂર્ત કરવામાં આવશે.”
Comments are closed.