રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.
ગુજરાતનાં રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.
ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢી રહ્યું છે. ત્યારે સૌથી મોટો પડકાર ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદુષિત પાણીને શુદ્ધ કરવાનો. સૌથી વધુ પ્રદુષિત પાણી રાજકોટના જેતપુરના સાડીના ઉદ્યોગોમાંથી નીકળી રહ્યું છે. ત્યારે જેતપુરમાં દેશનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ બની રહ્યો છે. પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રદુષિત પાણીને ચોખ્ખુ કરવા માટે 150 કરોડના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ નિર્માણ પાણી રહ્યો છે. જેમાં આ પ્લાન્ટ કાર્યરત થતા જેતપુરના પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થઈ જશે.
જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે
વિશ્વભરમાં કોટન પ્રિન્ટિંગ માટે જેતપુર પ્રખ્યાત છે. સાથે આ ઉદ્યોગો દ્વારા થતું પાણીનું પ્રદુષણ પણ પ્રખ્યાત છે ત્યારે જેતપુરનું પાણીનું પ્રદુષણ હવે ભૂતકાળ બને તેવા દિવસો આવી રહ્યા છે. જેતપુરના પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ કોસ્ટિક હોય છે ત્યારે જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી અને રિયુઝનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
એકવારમાં 15 લાખ પાણી શુદ્ધ થશે
જેતપુરમાં 150 કરોડના ખર્ચે બની રહેલ આ કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટમાં રોજના અંદાજે 15 લાખ લીટર પાણીને ફિલ્ટર કરીને શુદ્ધીકરણ કરવાની સાથે-સાથે કોસ્ટિક પણ રિકવર કરવામાં આવશે જેથી આ યુનિટ ચાલતા યુનિટ ધારકોને પણ આર્થીક ફાયદો કરાવશે. 10 વર્ષ ચલાવવાની કામગીરી અને જાળવણી તેમજ કોસ્ટિક સુધીકરણ અને કન્સટ્રક્શન માટેનો ખર્ચ કંપનીને આપવામાં આવ્યો છે. જેમાં જેતપુરનાં સાડી ઉદ્યોગના તમામ એકમનું પાણી એક જ જગ્યા પર એકઠું કરી પર્યાવરણ પરની ખરાબ અસર ઘટાડવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીઝ માટે કોસ્ટિકની તકનીક શોધી કોસ્ટિક સુધીકરણ સાથે ગંદા પાણીના પુન ઉપયોગનાં પ્લાન્ટનું યુદ્ધના ધોરણે કામગીરી હાલ પૂર્ણતના આરે છે.
રોજે રોજનું પ્રદુષિત પાણી શુદ્ધ થશે
આ કોસ્ટિકનો ઉપયોગ પ્રિન્ટિંગ ઉદ્યોગ અને ખાસ કરીને કપડાંના પ્રોસેસમાં કોસ્ટીકનો મોટો ઉપયોગ થાય છે અને તેજ પાણીને પ્રદુષિત કરે છે. ત્યારે આ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાંથી કોસ્ટિક કાઢી નાખવામાં આવે તો જેતપુરમાં થતા પાણીના પ્રદુષણની તમામ સમસ્યાનો હલ એક જ જટકે આવી જશે. જેથી જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા રોજના 15 લાખ લિટરના કોસ્ટિક યુક્ત પાણીને ફિલ્ટર કરી તેમાંથી કોસ્ટિક અને શુદ્ધ પાણી બંને છૂટું કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
છુટ્ટા પડેલા કોસ્ટિકનો ફરી ઉપયોગ કરાશે
જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન દ્વારા બનાવેલ આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં ફિલ્ટર થતા પાણીના કુલ 4% જેટલું કોસ્ટિક છૂટું પાડવામાં આવશે અને બાકીનું શુદ્ધ ડિસ્ટીલ પાણી બનશે. ત્યારે અહીં મળેલ પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવશે અને સાથે-સાથે જે કોસ્ટિક ફરી મળશે તેનો પણ ફરીથી ઉપયોગ થશે. જેથી આ પ્લાન્ટથી જેતપુરના પ્રદુષણની સમસ્યા ઉકેલવા સાથે સાથે કોસ્ટિક ફરી મળતા તેનો રીયુઝ કરી શકાશે.
આ પ્લાન્ટની શુદ્ધિકરણની કેટલી ક્ષમતા
આ પ્લાન્ટ 1000 કિલો લિટર ક્ષમતાનો છે. જે વિશ્વનો મોટો સામૂહિક પ્લાન્ટ તેમજ ભારતનો પ્રથમ પ્લાન્ટ રાજકોટના જેતપુરમાં સ્થાપવામાં આવ્યો છે અને જેનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે જે દિવાળી પહેલા ચાલુ થઈ જશે.
રોજ 14 લાખની આવક થશે
આ પ્લાન્ટમાં પાણીને વિવિધ સ્તરે પસાર કરી અને ગરમ કરીને તેની વરાળ બનાવીને પછી ફિલ્ટર કરવાની તકનીક હોય અહીં જે પ્રદુષણ યુક્ત પાણી ફિલ્ટર થશે અને છેલ્લે જે પાણી મળશે તે 100% ડિસ્ટીલ વોટર હશે. જેમાં આ પ્લાન્ટમાં રોજનો ખર્ચ 11 લાખ રૂપિયા જેટલો રહેશે ત્યારે આ પ્રોસેસ કરીને થયેલ આવક 14 લાખ જેટલી રહેશે. જેમાં યુનિટો એટલે કે કારખાનેદારોને પણ આર્થીક ફાયદો મળશે અને સાથે જ તેમને નજીકમાં જ કોસ્ટિક મળી રહેશે એ પણ ઓછા ખર્ચે.
લાખો લોકોની રોજીરોટી મળશે
જેતપુરનો આ પ્રિન્ટિંગ ઉદ્યોગ અનેકો સ્થાનિક અને અન્ય રાજ્યના લાખો લોકોને રોજી રોટી આપે છે અને અનેક લોકોનું ગુજરાન ચલાવવામાં પણ આ પ્રિન્ટિંગ ઉદ્યોગ સહારો બની ગયો છે ત્યારે છાશવારે ઘણા લેભાગુ તત્વો આ ઉદ્યોગને બદનામ કરવાનું કામ કરી રહ્યાં છે જેનાથી આં યુનિટો અને આ ઉદ્યોગ પર નિર્ભર રહેતા લાખો લોકોને તેમની અસર પણ પાડી શકે છે. આ પ્લાન્ટ ચાલુ થયા બાદ જેતપુર ઔદ્યોગિક વિસ્તાર પ્રદૂષણ મુક્ત થશે અને નવા ઉદ્યોગો આવશે અને વૈશ્વિક મોરચે પણ કોટન અને પ્રિન્ટિંગ ટેક્સટાઇલ માર્કેટમાં એક નવી આશા તેમજ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડશે ત્યારે ઉદ્યોગ માટે નવતર ઉકેલ સાથે એક માર્ગનું ઉદાહરણ વૈશ્વિક સ્તરે દાખલો બેસાડી શકે છે.
356 thoughts on “રાજકોટ જિલ્લાના જેતપુર માં બની રહ્યો છે 150 કરોડના ખર્ચે ભારતનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, એકવારમાં કરશે 15 લાખ લીટર પાણી શુદ્ધ:જેતપુરમાં પ્રદુષિત પાણીનો પ્રશ્ન ભૂતકાળ બનશે.”
Comments are closed.