દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.
સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા ; જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા.
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું ૯૯ વર્ષની વયે દેહવિલય થયો છે, જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે ૩:૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.
૨.સપ્ટેમ્બર ૧૯૨૪ માં તેમનો જન્મ થયો હતો. તેઓ દ્વારકા અને જ્યોતિર્મઠ પીછના શંકરાચાર્ય હતા.
દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજોનો પણ સામનો કર્યો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસે ધર્મનું શિક્ષણ લીધુ હતું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીદો હતો. આ માટે તેમણે બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. ૧૯૮૯માં તેમને શંકરાચાર્યનું બિરૂદ મળ્યું હતું.
219 thoughts on “દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનો દેહવિલય : નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં અંતિમશ્વાશ લીધા.”
Comments are closed.