યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સંસ્થાઓ નુ સન્માન કરાયુ:હજારોની સંખ્યામાં લોકોની હાજરી.

ગોંડલ ના યુધ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજ ની વાડી મા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓ નુ સન્માન કરાયુ હતુ.

કાર્યક્રમ માં ઉપસ્થિત વકતાઓ એ સન્માન ના આયોજન ને સરાહનીય ગણાવ્યો હતો.કાર્યક્રમ માં સુરત સહિત ના સ્થળો થી લોકો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ મા ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સંસ્થાઓ ની વિવિધ સેવાઓ ને બિરદાવી હતી.

જ્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, પાસ અગ્રણી અલ્પેશભાઈ કથીરીયા,આરડીસી બેંક ના ચેરમેન લલિત રાદડીયા,વરુણ પટેલ,સુરત ના એડવોકેટ મેહુલ બોઘરા,પ્રદેશ મહીલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમરે સાંપ્રત સમાજ મા સેવાઓ નુ મુલ્ય સમજનારા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓ ને બિરદાવી અડીખમ રહેવા જણાવ્યુ હતુ.કેટલાક વક્તવ્ય મા ગુજસીટોક ના મુદે સરકાર ની આલોચના સાથે કાયદા નો દુરઉપયોગ થયા નુ જણાવાયુ હતુ.

 

આ કાર્યક્રમ જેન્તીભાઈ ઢોલ,અનિરુધ્ધસિહ જાડેજા, સહદેવસિહ જાડેજા,ભુપતભાઇ ડાભી,દિનેશભાઇ બાંભણીયા.જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોશી,કિશોરભાઈ વીરડીયા, શશીકાંત રૈયાણી ,યતિષભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.ઉપરાંત સંતો મહંતો ની વિષેશ ઉપસ્થિતી હતી.

 

દેશમાં જ્યારે કોરોના વાઇરસ ની મહામારી નાં સમયે યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિ ને રાજયભરમાં લોકોએ બિરદાવી હતી તેની ઉત્તમ ઝલક.

 

ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નિખિલભાઇ દોંગા ફાઉન્ડર યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા કોરોના કહેર અને લોકડાઉનના આ કપરા સમયમાં શહેર કે શહેરના સીમાડાઓની બહાર વસવાટ કરતા શ્રમિક ગરીબ પરિવારો ભૂખ્યા રહી ન જાય તે માટે દરરોજ બપોરે 4000 વ્યક્તિઓની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી.

 રાજ્યમાં વધી રહેલા રોગચાળાના કપરા સમયમાં યુવાનોએ ગોંડલની પટેલ વાડી જેલ ચોક ખાતે સર્વે સમાજ માટે તાકીદે રક્તદાન કેમ્પનું આયોજન કરી 297 યુનિટ રક્ત એકઠું કર્યું હતું. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગૃપ દ્વારા ત્રણ માસ પહેલા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરી 5128 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.


આ તકે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા ત્રણ વર્ષ પહેલાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2800 બોટલ રક્ત એકત્ર થયું હતું અને 1100 સોથી પણ વધુ લોકોને વર્ષ દરમિયાન નિશુલ્ક તો પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ અંગદાન સંકલ્પ નો પણ કેમ્પ યોજાયો હતો જેનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે. ગ્રુપ રક્તદાન કેમ્પમાં પણ વર્લ્ડ રેકોર્ડ કરી શકે તેમ છે જેથી આજે 5100 બોટલ રક્ત એકત્ર કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો જે પાર કરી 5128 બોટલ રક્ત એકત્ર કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ગરીબ પરિવાર નાં દીકરા દીકરી ની સ્કૂલ ની ફી ભરી ને વિદ્યાર્થીઓ નું ભણવાનું સપનું સાકાર કર્યું.

error: Content is protected !!