અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો.
અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ પરિવાર સાથે 12માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે.
જેમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામાં કામ કરતા કોન્સ્ટેબલે ગોતામા પત્ની અને પુત્રી સાથે 12મા માળેથી પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. ગોતામાં મોડી રાત્રે આપઘાત કર્યો હતો. ઈમારતના 12માં માળેથી ત્રણ વર્ષની બાળકી સાથે મોતની છલાંગ લગાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી
216 thoughts on “અમદાવાદમાં પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો.”
Comments are closed.