ભગવદ્દભૂમિ ગોંડલ ની દીકરી ની World Book Of Records – London દ્વારા લેવાય નોંધ.

અદભુત !!! અકલ્પનીય !!! 9 વર્ષ ની ધ્વનિએ ગણિત ને બનાવ્યું સાવ સરળ..

ફરી થી એક વખત સમગ્ર ગોંડલ માટે ગૌરવમય ક્ષણ….

” મન હોય તો માળવે જવાય… ” જો કોઈ બાળક માં મેહનત કરવાની ધગશ હોય અને તેને યોગ્ય માર્ગદર્શન મળી રહે તો શું ન થઈ શકે ? ધ્વનિ વેકરિયા એ 2019 માં પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા ના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ લેવા ની શરૂવાત કરી અને ડિસેમ્બર 2019 માં કમબોડીયા ખાતે યુસીમાસ ની આંતરરાષ્ટ્રીય મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા માં માત્ર 8 મિનિટ માં 200 દાખલા ગણી વિશ્વકક્ષા એ ચેમ્પિયન થયેલ. ત્યાર બાદ કઈક નવી જ સિદ્ધિ હાંસલ કરવા માટે ફરી થી એક વખત તૈયારી શરૂ કરી અને 2022 માં અઘરા કહી શકાય એવા ભાગકાર ને સોલ્વ કરવા માં તેણે જાણે રમત બનાવી દીધી હોય એમ માત્ર 90 સેકન્ડ માં 107 ભાગાકાર કરી ને world records india માં પોતાનું નામ નોંધાવ્યું અને તેની આ જ સિદ્ધિ ની નોંધ લઈ હવે World Book of Records – London દ્વારા પરફેક્ટ કલાસીસ ગોંડલ માં અભ્યાસ કરનાર ધ્વનિ ને માત્ર 90 તેનાવર્લ્ડ રેકોર્ડ કરવા બદલ શુભેચ્છા સંદેશ પાઠવેલ છે.

જો તમને પૂછવા માં આવે કે 891 ભાગ્યા 9 તો તમેં તરત જ તેનો જવાબ આપી શકો ? ચોકસ ઘણા બધા ને કેલ્ક્યુલેટર ની જરૂર પડે જ… તો શું કેલ્ક્યુલેટર કરતા પણ વધુ ઝડપ થી કોઈ ગણતરી કરી શકે કોઈ ? આંખ ના પલકારા ફરતા પહેલા તો એક સેકન્ડ કરતા પણ ઓછા સમય માં આવું જ કંઈક કરી બતાવ્યું છે એક નાનકડી દીકરી એ .. નજરે જોતા વિશ્વાસ ન આવે અને જે દાખલો કેલ્ક્યુલેટર માં ગણી ને લખતા જ 4 થી 5 સેકન્ડ થાય એવા 100 થી વધુ દાખલા માત્ર 90 સેકન્ડમાં ગણી આપે છે. કોઈ પણ મોબાઈલ નમ્બર ના 10 અંક બોલો તો જેવું બોલવાનું પૂરું થાય કે તરત જ તેની પાસે જવાબ તૈયાર હોય છે.

કોરોના ના આ કાળ ને પણ આફત માંથી અવસર માં ફેરવનાર ઘણા બધા વિરલાઓ છે , અને એમાં પણ જ્યારે શિક્ષણ ની વાત આવે ત્યારે લગભગ બધા પેરેન્ટ્સ ને બાળકો ના મોબાઈલ અને ગેમ્સ ની ફરિયાદ રેહતી હતી.આવા સમયે ભગવદ્દભૂમિ ગોંડલ ની એક નાની ઢીંગલી એ ગણિત માં મહારથ મેળવવા નો સંકલ્પ કર્યો.

માત્ર 9 વર્ષ ની ધ્વનિ દીપેનભાઈ વેકરિયા એ મુશ્કેલ વિષય ગણાતા મેથેમેટિક્સ માં મહારથ મેળવવાનો સંકલ્પ કર્યો.. પાયા ના ગણિત માં સૌથી અઘરા કહી શકાય એવા સરવાળા બાદબાકી ગુણાકાર એન્ડ ભાગાકાર ઉપર અબેકસ પદ્ધતિ દ્વારા સખ્ત મહેનત વડે ગજબ ની પકડ મેળવી લીધી .

ધ્વનિ એ પોતાનો આ રેકોર્ડ પરફેક્ટ બ્રેઇન ડેવલપ મેન્ટ સેન્ટર યુસીમાસ ગોંડલ ખાતે માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેઇનર રજનીશ રાજપરા અને ઈશાની ભટ્ટ ના સફળ માર્ગદર્શન હેઠળ , ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રેસિડેન્ટ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નાયબ મામલતદાર મનીષભાઈ જોશી અને દિવ્યેશ સાવલિયા ની પ્રેરક હાજરી માં કર્યો અને સફળતાપૂર્વક માત્ર 90 સેકન્ડ માં 107 ભાગાકાર ના દાખલા ગણી અને world રેકોર્ડ કરી ને તેણે સાબિત કર્યું કે નાની ઉંમરે પણ મસમોટી સિદ્ધિ મેળવી શકાય છે.નાની ઉંમરે નામ નોંધાવવા માટે નો સફળતા પૂર્વક ના આ રેકોર્ડ માટે ધ્વનિ છેલ્લા 6 મહિનાથી રોજ ની ચાર થી પાંચ કલાક ની તૈયારી કરેલ હતી.
ધ્વનિ ને આ રેકોર્ડ માટે તૈયાર કરનાર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બાળકો માં અદભુત શક્તિઓ પડેલી જ હોય છે. જરૂર છે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપી ને ધીરજ પૂર્વક તૈયાર કરવાની. જો બાળક ને યોગ્ય વાતાવરણ આપવા માં આવે અને તેને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો કાઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ છે. તેના પિતા દીપેનભાઈ એ પણ આ માટે ખૂબ મહેનત કરેલ છે. ધ્વનિ ની આ સિદ્ધિ ની નોંધ ફરી થી એક વખત ગોંડલ ને વિશ્વ કક્ષાએ મૂકેલ છે અને ભગવતભૂમિ ગોંડલ નું ગૌરવ વધારેલ છે.

error: Content is protected !!