જન્મદિવસની અનોખી ઉજવણી ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું અંગદાન.
ક્યારે જન્મદિવસ પર અંગદાન વિશે સાંભળ્યુ છે અંગદાનને મહાદાન ગણવામાં આવે છે. ત્યારે આવુ મહાદાન ગોંડલની 27 વર્ષની યુવતીએ કર્યું છે. જન્મ દિવસના દિવસે જ અંગદાન કરી જન્મ દિવસની વિશેષ ઉજવણી કરી છે.
ગોંડલની પ્રિયંકા દિનેશભાઈ માધડને અંગદાનનો વિચાર આવ્યો અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડની પુત્રીએ પરિવારજનોને અંગદાન કરવાની મંજુરી માંગી અને પરિવારે હા પાડતા તેણે પોતાના દેહનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો
પ્રિયંકાના પિતા દિનેશભાઇ માધડ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ છે તેઓ ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવે લોકોની સેવામાં જોડાયેલા છે ત્યારે તેમની દિકરીએ પણ એ જ પથ પર ચાલીને લોક સેવામાં એક અનોખો ફાળો આપ્યો છે. તેણે સવિતાબેન કે. વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પોતાના દેહનુ મરણોપરાંત દાન કરવાનો સંકલ્પ કર્યો.
પ્રિયંકાએ B.com અને માસ્ટર ઓફ LLBનો દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. અને હાલ IPS બનવાની તૈયારી કરે છે. તેણે પોતાના જન્મદિવસની આ વિશેષ ઉજવણી કરીને લોકોમાં દાખલો બેસાડ્યો હતો ત્યારે સવિતાબેન કે. વાડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્ટાફે પણ આ યુવતી નું પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યું હતું અને સૌ લોકો એ આ કાર્ય ને બિરદાવ્યું હતું
પ્રિયંકા માધડે માંડવી ચોક માં ચાલતા જે ભગવાન અન્નક્ષેત્ર માં પણ આજ ની સાંજ ના જમણવાર નો ખર્ચ ઉપડયો છે
પ્રિયંકા માધડ ત્રણ બહેનો અને એક ભાઈ ના પરિવાર માં મોટા છે તેમના પિતા દિનેશભાઇ બાલાશ્રમ ના ચેરમેન રહી બાલાશ્રમ ની સેવા કરી ચૂક્યા છે અને ગોંડલ નગરપાલિકા ના સદસ્ય રહી ચૂક્યા છે.