હેરાત પ્રાંતની મસ્જિદમાં બ્લાસ્ટ:જેમાં મસ્જિદના ઈમામ, મૌલવી મુજીબ રહેમાન અંસારી સહિત ૧૪ નાં મોત.
તાલિબાનના કબ્જા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ બ્લાસ્ટ વેઠી રહ્યુ છે. દેશમાં એકવાર ફરી વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતના ગુજરશાહ મસ્જિદમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામનુ મોત નીપજ્યુ છે.
રિપોર્ટ અનુસાર આ બ્લાસ્ટમાં મસ્જિદના ઈમામ અને મૌલવી મુજીબ રહેમાન અંસારીના મોતના સમાચાર સામે આવ્યા છે. જાેકે અત્યાર સુધી આ સંબંધિત કોઈ સત્તાકીય નિવેદન સામે આવ્યુ નથી. આ ઘટનામાં અત્યાર સુધી ૧૪ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને આની સંખ્યા વધવાની સંભાવના છે. જાણકારી અનુસાર અફઘાનિસ્તાનના હેરાતમાં શુક્રવારે જુમ્માના દિવસે આ ઘટના ઘટી, જ્યારે મસ્જિદમાં નમાજ માટે લોકો ભેગા થયા હતા. આ એક આત્મઘાતી હુમલો હોવાની સામે આવ્યુ છે.
236 thoughts on “હેરાત પ્રાંતની મસ્જિદમાં બ્લાસ્ટ:જેમાં મસ્જિદના ઈમામ, મૌલવી મુજીબ રહેમાન અંસારી સહિત ૧૪ નાં મોત.”
Comments are closed.