ગોંડલની ઉદ્યોગભારતી સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતાં ચાર મહીલા સહીત નવ પકડાયા.
ઉદ્યોગભારતી સોસાયટીમાં નવીન ઉર્ફે લાલો પોતાના મકાનમાં જુગાર રમાડતો ‘તો’: પોલીસે રૂ।.૧૯ હજારની રોકડ જપ્ત કરી
ગોંડલમાં બંધબારણે ચાલતી જુગાર-કલબમાં પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહીત નવ શખ્સોને રૂ।.૧૯ હજારની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત અનુસાર ગોંડલ સીટી પોલીસ મથકના પી.આઈ.એમ.આર.સાંગડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગોંડલના ઉદ્યોગભારતની સોસાયટીમાં માં રહેતા નલીન ઉર્ફે લાલો રમેશ તન્નાના મકાનમાં ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી તિનપતીનો જુગાર રમતાં નલીન ઉર્ફે લાલો, પરેશ બાબુ ચૌહાણ, જૈવિન હિતેષ પાબારી, પાયલબેન નલીન તન્ના, ઈલાબેન અશ્ર્વીન સોલંકી,(રહે.તમામ ઉદ્યોગભારતી, સોસાયટી, ગોંડલ) ઉમેદ તખતસિંહ સિરસોટીયા, મનોજ નાથા ગોહિલ અને ધર્મીષ્ઠાબેન રવજી મકવાણા,મીરબેન પાબારી ને રૂ।.૧૯ હજારની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.
88 thoughts on “ગોંડલની ઉદ્યોગભારતી સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતાં ચાર મહીલા સહીત નવ પકડાયા.”
Comments are closed.