ગોંડલમાં નવસારીના નાયબ મામલતદારને ચાર શખ્સોએ લૂંટી લીધા:ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાના બહાને અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ફોન પે દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂપિયા 46000 ની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી.
દેશભરમાં ફ્રેન્ડશીપ સેક્સ કરવાના બહાને છળકપટ ચાલી રહ્યું છે અવારનવાર ફરિયાદો સાયબર ક્રાઇમ નોંધાઈ રહી છે ત્યારે નવસારી ખાતે ફરજ બજાવતા મામલતદારને ગોંડલના ચાર શખ્સોએ ફ્રેન્ડશીપ કરવાના બહાને બોલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા 46000 ની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થતા પોલીસે પામી ગણતરીની કલાકો મા ચારેય શખ્સો ને જડપી લઇ આકરી સરભરા સાથે કાયઁવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ફરવા આવેલા નવસારી ના ચોવીસીગામ ખાતે પ્રમુખસ્વામી રેસીડેન્સીમાં રહેતા અને મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ નવનીત લાલ પારેખ ઉંમર વર્ષ 42 ને ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી શોશ્યલ મીડીયા દ્વારા પરીચય મા આવેલા ના વોરાકોટડા રોડ પર રહેતા ઇદ્રીશ ઉર્ફે એઝાઝ ઉર્ફ એ.કે.રાજા આરીફભાઇ મુલતાની, ઇનાયત ઉર્ફ શાહીલ રહેમાનભાઇ કુરેશી, હુસેન ઉર્ફ જહાંગીર ઉર્ફ બાપુ કરીમભાઇ શેખ તેમજ સમીર ઉર્ફ અફઝલ અબ્દુલ ભાઇ ગોરી એ ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલ માં બેસાડી વોરાકોટડા રોડ સબજેલ પાસે અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ખીસ્સા મા રહેલા રુ.પાંચ હજાર રોકડ તથા મોબાઇલ પે દ્વારા અલગ અલગ ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી ટોટલ રૂ. 46000 પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી.ફરિયાદ ના પગલે પી.આઇ.સાંગાડા,ડી સ્ટાફ ના જયદિપસિંહ ચૌહાણ વગેરે એ તપાસ ના ચક્રો ગતિમાન કરી ગણતરી ની કલાકો મા જ ચારેય શખ્સો ને દબોચી લઇ કલમ 386 323 56 2 120 બી તથા જીપીએસ 135 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.જડપાયેલા ઇનાયત તથા હુશેન સામે આજ પ્રકારે અગાઉ જેતપુર પોલીસ સ્ટેશન મા ફરિયાદ થઈ ચુકી છે.
227 thoughts on “ગોંડલમાં નવસારીના નાયબ મામલતદારને ચાર શખ્સોએ લૂંટી લીધા:ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાના બહાને અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ફોન પે દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂપિયા 46000 ની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી.”
Comments are closed.